સાઉથ આફ્રિકાએ કર્યા પાકિસ્તાનનાં સૂપડાં સાફ

15 January, 2019 11:47 AM IST  | 

સાઉથ આફ્રિકાએ કર્યા પાકિસ્તાનનાં સૂપડાં સાફ

ઘરઆંગણે બાદશાહ : ટ્રોફી વિજેતા સાઉથ આફ્રિકાની ટીમ

જોહનિસબર્ગના ધ વૉન્ડરર્સ સ્ટેડિયમમાં ચોથા દિવસે દુવાન ઑલિવર અને કૅગિસો રબાડાની શાનદાર બોલિંગ સામે પાકિસ્તાન ૨૭૩ રનમાં ઑલઆઉટ થતાં ૧૦૭ રનથી વિજય મેળવીને સાઉથ આફ્રિકાએ ૩-૦થી હરીફ ટીમનાં સૂપડાં સાફ કયાર઼્ હતાં. ટૉસ જીતીને સાઉથ આફ્રિકાએ પહેલાં બૅટિંગ કરતાં એઇડન માક્રનના ૯૦ અને થિનૂસ ડી બ્રુનના ૪૯ રનની મદદથી ૭૭.૪ ઓવરમાં ૨૬૨ રન બનાવ્યા હતા. જવાબમાં સિરીઝ હારી ચૂકેલું પાકિસ્તાન ૪૯.૪ ઓવરમાં ફક્ત ૧૮૫ રનમાં ઑલઆઉટ થયું હતું જેના માટે વેરનન ફિલાન્ડરની ૩ અને પ્લેયર ઑફ ધ સિરીઝ દુવાન ઑલિવરની પાંચ વિકેટ જવાબદાર હતી.

સેકન્ડ ઇનિંગ્સમાં હાશિમ અમલાના 71 અને વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિટન ડી કૉકના 138 બૉલમાં 18 ફોર અને 1 સિક્સરની મદદથી 129 રન બનાવ્યા હતા. 380 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનના અસદ શફીક (૬૫) સિવાય કોઈએ હાફ સેન્ચુરી બનાવી ન હતી. એક છેડો સાચવીને શાદાબ ખાને ૬૬ બૉલમાં 7 ફોરની મદદથી નૉટઆઉટ ૪૭ રન બનાવ્યા હતા, પણ બીજા છેડે તેને કોઈએ સાથ ન આપતાં આખી ટીમ ૬૫.૪ ઓવરમાં 273 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. મૅચ પછી પાકિસ્તાનના કોચ મિકી આર્થરે કહ્યું હતું કે ૩-૦ની હાર અમને શોભતી નથી. હવે બન્ને દેશ વચ્ચે શનિવારથી પાંચ વન-ડેની સિરીઝ રમાશે. પાકિસ્તાન હવે આગામી ટેસ્ટ-સિરીઝ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં શ્રીલંકા સામે સપ્ટેમ્બરમાં રમશે.

આ પણ વાંચો : યુવા ખેલાડીઓની કરીઅરને નુકસાન નહીં પહોંચાડીએ : વિનોદ રાય

પાકિસ્તાનને હરાવીને સાઉથ આફ્રિકા પહોંચ્યું બીજા નંબર પર

ભારતે ઑસ્ટ્રેલિયાને ૨-૧થી હરાવતાં અને સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને ૩-૦થી હરાવતાં ત્ઘ્ઘ્ની લેટેસ્ટ ટેસ્ટ-રૅન્કિંગમાં ભારતે ૧૧૬ પૉઇન્ટ્સ સાથે નંબર વનનો તાજ જાળવી રાખ્યો છે. સાઉથ આફ્રિકાએ ૩-૦ની જીતથી ૪ પૉઇન્ટ્સ મેળવીને ૧૧૦ પૉઇન્ટ્સ થતાં ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડને પાર કરીને બીજું સ્થાન મેળવ્યું હતું. શરમજનક પરાજયને કારણે પાકિસ્તાનના ૩ પૉઇન્ટ્સ ઓછા થતાં શ્રીલંકા પછી સાતમા ક્રમે પહોંચી ગયું છે.

south africa pakistan cricket news sports news