રૅન્કિંગના મામલે કોહલી આગે-આગે, રોહિત પીછે-પીછે

24 October, 2019 02:41 PM IST  |  દુબઈ

રૅન્કિંગના મામલે કોહલી આગે-આગે, રોહિત પીછે-પીછે

રોહિત શર્મા

સાઉથ આફ્રિકાની ટેસ્ટ સિરીઝ બાદ ઇન્ટરનૅશનલ રૅન્કિંગમાં વિરાટ કોહલીની પાછળ-પાછળ રોહિત શર્મા આવી રહ્યો છે. આ ત્રણ મૅચની ટેસ્ટ સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલા રોહિત શર્માએ ટેસ્ટ ઓપનર તરીકે પહેલી વાર ડેબ્યુ કર્યું હતું. આ સિરીઝમાં તેણે ૫૦૦થી વધારે રન બનાવ્યા હતા. શાનદાર પ્રદર્શનને કારણે રોહિતની ટેસ્ટ રૅન્કિંગમાં પણ સુધારો થયો છે. તે હવે આઇસીસી ટેસ્ટ પ્લેયરોની યાદીમાં બાર નંબરના ઉછાળા સાથે સીધો ૧૦મા નંબરે પહોંચી ગયો છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં વન-ડેમાં રોહિત બીજા ક્રમાંકે જ્યારે નવેમ્બર ૨૦૧૮માં ટી૨૦માં સાતમા ક્રમાંકે પહોંચી ગયો હતો. સામા પક્ષે કોહલી ત્રણેય ફૉર્મેટમાં રોહિત કરતાં આગળ છે. આ ઉપરાંત રાંચી ટેસ્ટમાં ૧૧૨ રનની શતકીય પારી રમનાર અજિંક્ય રહાણે પણ પાંચમા ક્રમાંકે પહોંચી ગયો છે. જોકે ચેતેશ્વર પૂજારા પણ ટૉપ ૧૦માં બનેલો છે. બોલરોની ટેસ્ટ રૅન્કિંગમાં મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ અ‌નુક્રમે ૧૫ અને ૨૪મા ક્રમાકે પહોંચી ગયા છે.

rohit sharma cricket news sports news international cricket council