ઓડીઆઇ પ્લેયર ઑફ ધ યર બન્યો રોહિત શર્મા

16 January, 2020 03:32 PM IST  |  Dubai

ઓડીઆઇ પ્લેયર ઑફ ધ યર બન્યો રોહિત શર્મા

રોહિત શર્મા

વિરાટ કોહલી અને રોહિત શર્મામાંથી કોણ બેસ્ટ છે એ કહેવું ઘણું અઘરું છે, પણ ઓડીઆઇ પ્લેયર ઑફ ધ યર રોહિત શર્માને જાહેર કરવામાં આવ્યો છે. આઇસીસીએ ગયા વર્ષે વિરાટ કોહલીને ‘પ્લેયર ઑફ ધ યર’, ‘ટેસ્ટ પ્લેયર ઑફ ધ યર’ અને ‘ઓડીઆઇ પ્લેયર ઑફ ધ યર’ એમ ત્રણેય અવૉર્ડ મળ્યા હતા, પણ આ વખતે ઓડીઆઇ પ્લેયર ઑફ ધ યરનો ખિતાબ લેવામાં રોહિત બાજી મારી ગયો છે. ગયા વર્ષે રમાયેલા વર્લ્ડ કપમાં શાનદાર પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને તેને આ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. ૨૦૧૯માં રોહિતે ૨૮ મૅચમાં ૭ સેન્ચુરી ફટકારીને કુલ ૧૪૦૯ રન બનાવ્યા હતા. આ ઉપરાંત વર્લ્ડ કપના એક એડિશનમાં સૌથી વધારે પાંચ સેન્ચુરી ફટકારવાનો રેકૉર્ડ પણ તેણે પોતાના નામે કર્યો હતો. અવૉર્ડ મળતાં રોહિતે કહ્યું હતું કે ‘મને આ અવૉર્ડ આપવા બદલ હું આઇસીસીનો આભાર માનું છું અને સાથોસાથ દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવા બદલ હું ભારતીય ક્રિકેટ બોર્ડનો પણ આભાર માનું છું. આ સ્ટ્રીમમાં કામ કરવાનો મને ઘણો આનંદ છે. ૨૦૧૯માં અમે એક ટીમ તરીકે રમ્યા એ સારી વાત છે. અમે હજી સારું કરી શક્યા હોત, પણ વાંધો નહીં, ૨૦૨૦માં અમે વધારે સકારાત્મકતા સાથે આગળ વધીશું.’

rohit sharma cricket news sports news