રોહિત ઓપનર તરીકે સફળ રહ્યો તો ભારત કોઈ પણ ટાર્ગેટ ચેઝ કરવા સક્ષમ: બાંગડ

15 September, 2019 11:14 AM IST  |  મુંબઈ

રોહિત ઓપનર તરીકે સફળ રહ્યો તો ભારત કોઈ પણ ટાર્ગેટ ચેઝ કરવા સક્ષમ: બાંગડ

સંજય બાંગડ

ફોર્મમાં ચાલી રહેલા રોહિત શર્માને બે ઑક્ટોબરથી સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી ટેસ્ટ-સિરીઝ માટે ભારતીય ટીમના ઓપનિંગ બૅટ્સમૅનની જવાબદારી આપવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝમાં લોકેશ રાહુલના નબળા પર્ફોર્મન્સને કારણે રોહિતને તક આપવામાં આવી છે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બૅટિંગ કોચ સંજય બાંગડે રોહિત શર્માની ટેસ્ટ-ઓપનર તરીકેની અજમાઇશ વિશે કહ્યું હતું કે ‘રોહિતે પોતાની સ્ટાઇલ મુજબ ગેમ રમવી જોઈએ, કારણ કે તેની સ્ટાઇલ ટીમ ઇન્ડિયાને લાભદાયી નીવડી શકે છે. રોહિત જો ટેસ્ટ-ઓપનર તરીકે સફળ રહ્યો તો ટીમ ઇન્ડિયા કોઈ પણ મોટો ટાર્ગેટ ચેઝ કરવા સક્ષમ બની જશે. હાલની ઇન્ડિયન ટેસ્ટ-ટીમમાં મિડલ ઑર્ડરમાં કોઈ સ્થાન બદલી શકાય એમ નથી માટે ટેસ્ટ-મૅચમાં ઓપનર તરીકે રમવાનું રોહિત માટે એક ચૅલેન્જ રહેશે.’

અત્યાર સુધી ૨૭ ટેસ્ટ-મૅચમાં ૧૫૮૫ રન કરી ચૂકેલા રોહિત શર્માને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટીમ ઇન્ડિયાના સ્ક્વૉડમાં સ્થાન અપાયું હતું, પણ તેનો પ્લેઇંગ ૧૧મા સમાવેશ કરાયો ન હતો. વળી નંબર છ પર રમવા આવેલા હનુમા વિહારીના શાનદાર પર્ફોર્મન્સે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : વિરાટ-રોહિત વચ્ચે જામશે ટૉપની ટક્કર

સંજય બાંગડના સ્થાને હાલમાં ટીમ ઇન્ડિયાના બૅટિંગ કોચ તરીકે વિક્રમ રાઠોડ ફરજ બજાવી રહ્યા છે.

sanjay bangar cricket news sports news rohit sharma