પંત વર્લ્ડ કપની ટીમનો ભાગ બનશે : પ્રસાદ

14 February, 2019 06:53 PM IST  | 

પંત વર્લ્ડ કપની ટીમનો ભાગ બનશે : પ્રસાદ

રિષભ પંત

ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદને લાગે છે કે રિષભ પંત ચૅમ્પિયન ક્રિકેટર બનવા તરફ આગળ વધી રહ્યો છે અને રમતના અલગ-અલગ ફૉર્મેટમાં કોઈ પણ જાતની પરેશાની વગર જાતને ઢાળવાની તેની આવડતને કારણે તે 2019 વર્લ્ડ કપ અભિયાન માટે ભારતીય ટીમની યોજનામાં સામેલ છે. ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં તેને આરામ આપ્યા બાદ ઇંગ્લૅન્ડ જનારી ટીમમાં તેના સ્થાનને લઈને વિવિધ અટકળો થવા લાગી હતી, પરંતુ પ્રસાદે રિષભ અને શુભમન ગિલ જેવી પ્રતિભાઓ વિશે સિલેક્શન કમિટીની યોજનાઓનો ખુલાસો કર્યો હતો.

પ્રસાદે કહ્યું હતું કે ‘રિષભે ઑસ્ટ્રેલિયામાં 3 T20 અને 4 ટેસ્ટ મૅચ રમી હોવાથી તેના શરીર પર અસર પડી છે. તેને બે સપ્તાહના આરામની જરૂર હતી. ત્યાર બાદ અમે નિર્ણય કરીશું કે તે ઇંગ્લૅન્ડ લાયન્સ સામે કેટલી મૅચો રમશે. તે અમારી વર્લ્ડ કપની યોજનાનો એક ભાગ છે. તે ચૅમ્પિયન ક્રિકેટર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. તેનામાં જેટલી ક્ષમતા છે એની તેને પોતાને પણ ખબર નથી.’

આ પણ વાંચો : ઈજાને કારણે વર્લ્ડ કપમાં નહીં રમે સ્મિથ?

પ્રસાદ એ વાતથી પણ ખુશ છે કે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની તેની પાસે શું આશાઓ છે તે એ વાત સમજે છે.

cricket news sports news team india board of control for cricket in india