રણજી ટ્રોફી: ગુજરાત સામેની મેચમાં કેરળની વાપસી

16 January, 2019 09:01 AM IST  | 

રણજી ટ્રોફી: ગુજરાત સામેની મેચમાં કેરળની વાપસી

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે રણજી ટ્રોફીની વયનાડમાં રમાતી મૅચના પહેલા દિવસે 39.3 ઓવરમાં માત્ર 185 રનમાં ઑલઆઉટ થઈ જનાર કેરળની ટીમે જોરદાર વાપસી કરતાં ગુજરાતની 97 રનમાં 4 વિકેટ પાડી હતી. ગુજરાતે ટૉસ જીતી પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો તેમ જ સમયાંતરે કેરળની વિકેટ લીધી હતી. ગુજરાતના મીડિયમ પેસ બોલર રૂશ કાલરીએ 63 રનમાં 2 વિકેટ અને સી. ટી. ગજાએ ૫૭ રનમાં 4 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : બીજી વન-ડેમાં ભારતની 6 વિકેટે જીત, કોહલીએ ફટકારી સદી

સંજુ સૅમસન (17)ના હાથમાં બૉલ વાગતાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો. ગુજરાત તરફથી પાર્થિવ પટેલે સૌથી વધુ 43 રન કર્યા હતા. કેરળ તરફથી સંદીપ વરિયરા 21 રનમાં 2 વિકેટ અને બસિલ થમ્પીએ 36 રનમાં 2 વિકેટ લીધી હતી.

ranji trophy cricket news sports news