સ્મિથ, વિલિયમસન અને ડિવિલિયર્સના વિડિયો જોઈને તૈયારી કરી હતી રાહુલે

19 January, 2020 01:02 PM IST  |  Mumbai Desk

સ્મિથ, વિલિયમસન અને ડિવિલિયર્સના વિડિયો જોઈને તૈયારી કરી હતી રાહુલે

ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડેમાં અદ્ભુત બૅટિંગ કરવાની પ્રેરણા કે. એલ. રાહુલને સ્ટીવન સ્મિથ, એબી ડિવિલિયર્સ અને કેન વિલિયમસનના વિડિયો જોઈને મળી હતી. પ્લેયર ઑૅફ ધ મૅચ રહેલા લોકેશ રાહુલે આ મૅચમાં પાંચમા ક્રમે બૅટિંગ કરી હતી અને એમાં તે સફળ પણ રહ્યો હતો. મહત્ત્વની ઇનિંગ રમી તેણે બાવન બૉલમાં ૮૦ રન બનાવ્યા હતા. મૅચ પૂરી થયા બાદ પોતાની સફળતાનો રાઝ ખોલતાં રાહુલે કહ્યું કે ‘હું મિડલ ઑર્ડર બૅટ્સમૅન વિશે ઘણું રિસર્ચ કરી રહ્યો હતો. મેં એ માટે ઘણા વિડિયો જોયા હતા. વિરાટ સાથે પણ હું આ મુદ્દે ઘણી વાતો કરતો હતો. મેં એબી અને સ્મિથના ઘણા વિડિયો જોયા અને એ સમજવાનો પ્રયાસ કર્યો કે તેઓ કઈ રીતે ઇનિંગને બિલ્ડઅપ કરે છે. મેં વિલિયમસનના પણ વિડિયો જોયા અને જાણવાનો પ્રયાસ કર્યો કે તે લોકો આકરી પરિસ્થિતિમાં કઈ રીતે રમે છે. મેં માત્ર એ સ્થિતિમાં સારો પર્ફોર્મન્સ કરવાનો પ્રયાસ કર્યો છે. ગેમને સમજ્યા પછી હવે એ સારી લાગે છે કેમ કે હું એક અલગ પોઝિશનથી રમ્યો હતો. મેં હંમેશાં ઓપનિંગ કરી છે અને એમાં હું સારી રીતે કમ્ફર્ટેબલ પણ છું. હું જાણું છું કે હું મારી ઇનિંગ કઈ રીતે સુધારી શકું છું.’

kl rahul sports news sports cricket news