પુજારાએ ઓવર નાઇટ સ્કોર પર આઉટ થઈને બનાવી દીધો કમનસીબ વર્લ્ડ રેકૉર્ડ

14 January, 2022 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે ચેતેશ્વર પુજારા ૯ રન બનાવીને અણનમ રહ્યો હતો અને ગઈ કાલે બીજા જ બૉલમાં એ જ સ્કોર પર કૅચ આપીને પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો.

ચેતેશ્વર પુજારા

બુધવારે ચેતેશ્વર પુજારા ૯ રન બનાવીને અણનમ રહ્યો હતો અને ગઈ કાલે બીજા જ બૉલમાં એ જ સ્કોર પર કૅચ આપીને પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો. આ સાથે રહાણેની સાથે ટેસ્ટ ટીમમાં સ્થાન ટકાવી રાખવા સંઘર્ષ કરી રહેલા પુજારાએ એક કમનસીબ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. 
ઓવર નાઇટ સ્કોર પર એટલે કે આગલા દિવસે જેટલા રન બનાવીને અણનમ રહ્યો હતો એમાં એક પણ રનનો વધારો કર્યા વિના એટલા જ રન પર બીજા દિવસે આઉટ થવાનો પુજારા માટે આ સાતમો પ્રસંગ હતો. ક્રિસ ગેઇલ અને જૅક કૅલિસનો ૬-૬ વખતનો રેકૉર્ડ તોડીને પુજારાએ ૭ વાર આઉટ થવાનો એક નવો વર્લ્ડ રેકૉર્ડ રચી દીધો હતો. 
ગ્રેહામ ગૂચ, માઇક આથરટન, મિસ્બાહ-ઉલ-હક અને હાલના ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ પાંચ-પાંચ વાર આ રીતે ઓવરનાઇટ સ્કોર પર આઉટ થયા હતા. 
રહાણેની જેમ પુજારા પણ આ સિરિઝમાં મોટા ભાગે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે અને ત્રણ ટેસ્ટની ૬ ઇનિંગ્સમાં ૦, ૧૬, ૩, ૫૩, ૪૩ અને ૯ રન સાથે ૨૦.૬૭ની ઍવરેજથી માત્ર ૧૨૪ રન જ બનાવી શક્યો છે.

sports news cheteshwar pujara