ઘરઆંગણે સતત સાતમી સિરીઝ જીત્યું સાઉથ આફ્રિકા

07 January, 2019 11:16 AM IST  | 

ઘરઆંગણે સતત સાતમી સિરીઝ જીત્યું સાઉથ આફ્રિકા

કૅપ્ટન્સ ઇનિંગ્સ : શુક્રવારે સદી બાદ ફૅફ ડુ પ્લેસી.

કેપ ટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટ-મૅચમાં સાઉથ આફ્રિકાએ ચોથા દિવસે પાકિસ્તાનને ૯ વિકેટથી હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી છે. પાકિસ્તાને આપેલા ૪૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ ૯.૫ ઓવરમાં એક વિકેટે ૪૩ રન બનાવીને જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાનો આ ઘરઆંગણે સતત સાતમો સિરીઝ-વિજય હતો. ટીમે સેન્ચુરિયનમાં રમાયેલી પહેલી ટેસ્ટ ૬ વિકેટથી જીતી હતી. ત્રીજી અને છેલ્લી ટેસ્ટ જોહનિસબર્ગમાં રમાશે. પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારનાર કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન પહેલી ઇનિંગ્સમાં ૧૭૭ રનમાં આઉટ થયું હતું. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૪૩૧ રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં પાકિસ્તાન માત્ર ૨૯૪ રન જ બનાવી શક્યું હતું. આમ જીત માટે જરૂરી ૪૧ રનના લક્ષ્યાંકને સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો હતો. સાઉથ આફ્રિકા ભલે જીત્યું હોય પરંતુ સ્લો ઓવર-રેટ બદલ એના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીને એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

cape town faf du plessis south africa pakistan sports news cricket news