ટીમમાંથી બહાર થઇ ગયેલ ધવનને પીએમ મોદીએ શું કહીને જુસ્સો વધાર્યો

20 June, 2019 11:43 PM IST  |  Delhi

ટીમમાંથી બહાર થઇ ગયેલ ધવનને પીએમ મોદીએ શું કહીને જુસ્સો વધાર્યો

Delhi : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 માં ભારતીય ટીમમાં શિખર ધવન ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જતાં મોટો ફટકો પડ્યો છે. ત્યારે શિખર ધવન ટીમમાંથી બહાર થઇ ગયા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ધવનનો જુસ્સો વધાર્યો હતો. પોતાના આ ટ્વીટમાં પીએમ નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી કે તે ઝડપથી સ્વસ્થ થઈને મેદાન પર પરત ફરશે અને દેશની જીતમાં એકવાર ફરી મહત્વની ભૂમિકા નિભાવશે. બુધવારે ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ શિખર ધવને આ ખબર પર નિરાશા વ્યક્ત કરતા ફેન્સ માટે એક ભાવુક વીડિયો ટ્વીટ કર્યો હતો. ગુરૂવારે ધવનના આ ટ્વીટ પર વડાપ્રધાન મોદીએ તેનો જુસ્સો વધારતું ટ્વીટ કર્યું છે.

પીએમ મોદીએ ધવનને શું કહ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું
, 'પ્રિય શિખર ધવન, તે વાતમાં કોઈ શંકા નથી કે તમારી રમતને પિચ પણ મિસ કરશે પરંતુ હું તમે ઝડપથી ફિટ થાવ તેવી આશા કરુ છું, જેથી તમે ફરી મેદાન પર આવો અને એકવાર ફરી દેશની જીતમાં મહત્વનું યોગદાન આપો.'




ધવનના સ્થાને ટીમમાં
21 વર્ષના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પોતાના પ્રથમ પ્રવાસ પર ટેસ્ટમાં સદી ફટકારીને તમામને પ્રભાવિત કર્યાં હતા. પોતાના ટ્વીટમાં સચિને લખ્યું, 'રિષભ તું સારૂ રમી રહ્યો છે અને પોતાની પ્રતિભાને દર્શાવવા માટે આનાથી મોટુ મંચ ન હોઈ શકે. શુભકામનાઓ. ભારતીય ટીમ પોતાની આગામી મેચ શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે.'

વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શિખર ધવને ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. ધવને વીડિયોમાં કહ્યું
, 'તે જણાવતા હું ભાવુક છું કે હું બવે વિશ્વકપ 2019મા ટીમ ઈન્ડિયાનો ભાગ રહીશ નહીં. દુર્ભાગ્યથી મારો અંગૂઠો સમય પર ઠીક ન થયો. પરંતી ટૂર્નામેન્ટ ચાલું રહેવી જોઈએ... હું મારી ટીમના સાથિઓ, ક્રિકેટ પ્રેમિઓ અને દેશભરના પ્રેમ અને સમર્થન માટે આભારી છું.'

world cup 2019 cricket news shikhar dhawan narendra modi