સરફરાઝ અહમદની કૅપ્ટનપદેથી કરવામાં આવશે હકાલપટ્ટી?

17 July, 2019 02:29 PM IST  | 

સરફરાઝ અહમદની કૅપ્ટનપદેથી કરવામાં આવશે હકાલપટ્ટી?

સરફરાઝ અહમદ

ક્રિકેટ વર્લ્ડ કપ સંપન્ન થયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે સપોર્ટ સ્ટાફ માટે નવી અરજીઓ મગાવવાના સમાચાર આવ્યા હતા. ભારતની જેમ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ સપોર્ટ સ્ટાફ માટે નવી અરજીઓ મગાવી હોવાના સમાચાર આવ્યા છે. જોકે એ માટેની મીટિંગ ક્યારે રાખવામાં આવી છે એની જાણકારી સત્તાવાર રીતે જાહેર નથી કરાઈ પણ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મીટિંગ આ મહિનાના અંતમાં થવાની સંભાવના છે.

આ મીટિંગમાં પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહમદનો કૅપ્ટનશિપનો ભાર ઓછો કરવા અને ટીમની વર્લ્ડ કપમાં થયેલા પરાજય વિશે વિચારણા કરવામાં આવશે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન અને પૅનલના એક સભ્ય મિસબાહ-ઉલ-હક વ્યક્તિગત કારણસર અમેરિકા ગયો હોવાને કારણે  આ મીટિંગ મોકૂફ રાખવામાં આવી હતી. મહિનાના અંત સુધીમાં જો તે પાછો પાકિસ્તાન આવી જશે તો મીટિંગમાં સામેલ થઈ શકશે અથવા તો વિડિયો-કૉન્ફરન્સ દ્વારા એ મીટિંગમાં હાજર થવાની વકી છે.

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાને પોતપોતાની ટીમની કરી પ્રશંસા

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થરનો કાર્યકાળ પૂરો થતાં તેમને એક્સટેન્શન આપવામાં નહીં આવે અને એ વાત તેમને લંડનમાં જણાવી દેવામાં આવી હતી. સામા પક્ષે પીસીબીએ નવા કૅન્ડિડેટની શોધ શરૂ કરી દીધી છે અને તેમના લિસ્ટમાં ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કોચ ઍન્ડી ફ્લાવરનું નામ મોખરે છે. જોકે પોતાની ક્રિકેટ ટીમ માટે ફરી એક વાર વિદેશી કોચની નિમણૂક કરવાનો પ્રશ્ન કમિટી સમક્ષ ઊભો રહેશે.

cricket news sports news pakistan