પાકિસ્તાનના કોચ મિકી આર્થરને બોલરો પર વિશ્વાસ

14 February, 2019 02:37 PM IST  | 

પાકિસ્તાનના કોચ મિકી આર્થરને બોલરો પર વિશ્વાસ

પાકિસ્તાનના કોચ મિકી આર્થર

પાકિસ્તાનની ટીમના કોચ મિકી ઑર્થરે આવતી કાલથી સેન્ચુરિયનમાં શરૂ થનારી ત્રણ મૅચોની ટેસ્ટ-સિરીઝ પહેલાં બૅટ્સમેનોને સારો સ્કોર કરવા જણાવ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘મને ખબર છે કે અમારા બોલરો ૨૦ વિકેટ સરળતાથી લેશે, પરંતુ ૩૫૦થી ૪૦૦ રન બનાવવા અમારા માટે પડકાર છે.’ સાઉથ આફ્રિકાના કોચ ઓટિસ ગિબસને પણ પોતાના બોલરોને પાકિસ્તાનના આ નબળા પાસા પર ધ્યાન આપવા જણાવ્યું છે, કારણ કે સાઉથ આફ્રિકામાં બોલિંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે.

કોચ મિકી આર્થરે કહ્યું હતું કે ‘વર્નોન ફિલૅન્ડર અને મોહમ્મદ અબ્બાસ વચ્ચે ખાસ કોઈ ફરક નથી. જોકે આ બન્ને ખેલાડીઓ હાલ ઈજાગ્રસ્ત છે. ફિલૅન્ડની આંગળીમાં ફ્રૅકચર છે તો અબ્બાસ પીઠના દુખાવાને કારણે પરેશાન છે. ગયા સપ્તાહે સાઉથ આફ્રિકાની ઇન્વિટેશન ઇલેવન સામે પાકિસ્તાનના વિજયની મૅચમાં પણ અબ્બાસે બોલિંગ કરી નહોતી. જોકે આર્થરે તે રમશે કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. જોકે એના વગર પણ મોહમ્મદ આમિર, હસન અલી, શાહીન આફ્રિદી અને લેગ સ્પિનર યાસિર શાહ સાઉથ આફ્રિકાના બૅટ્સમેનો માટે પડકારજનક પરિસ્થિતી સર્જી શકે છે.

 

બીજી તરફ ઘૂંટણની ઈજાને કારણે સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડી પણ નહીં રમે. બીજી તરફ દેશમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકૉર્ડ કરવામાં ડેલ સ્ટેનને માત્ર એક જ વિકેટની જરૂર છે. કૅગિસો રબાડા સાથે મળીને તે પાકિસ્તાનના બૅટ્સમેનોની હાલત બગાડશે.


pakistan cricket news sports news