સિંધુ બની ચીની કંપની બ્રાન્ડ એમ્બેસેડર, મળશે આટલા રુપિયા

09 February, 2019 02:56 PM IST  | 

સિંધુ બની ચીની કંપની બ્રાન્ડ એમ્બેસેડર, મળશે આટલા રુપિયા

ભારતીય બેડમિન્ટનની સૌથી મોટી ડીલ સાઈન કરી

બેડમિન્ડન સ્ટાર પી.વી. સિંધુએ ભારતીય બેડમિન્ટનની સૌથી મોટી ડીલ સાઈન કરી છે. ચીનની કંપની લિ નિંગ સાથે સિંધુએ ચાર વર્ષ માટે સૌથી મોટી ડીલ સાઈન કરી છે. આ ડીલની કિંમત 50 કરોડ રુપિયા છે જે અત્યાર સુધીના ભારતીય બેડમિન્ટન ઈતિહાસમાં સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે. આ પહેલા સૌથી મોટી ડીલ ભારતના પુરૂષ બેડમિન્ટ પ્લેયર કિદાંબી શ્રીકાંતે લિ નિંગે કંપની સાથે ચાર વર્ષ માટે કરી હતી અને આ ડીલની કિંમત 35 કરોડ હતી.

આ પહેલા લિ નિંગ કંપનીએ 2014-15માં કરાર કર્યા હતા અને ત્યારે આ ડિલની કિંમત 1.25 કરોડ રુપિયા હતી જે માત્ર ચાર વર્ષમાં વધીને 50 કરોડ રુપિયા પહોંચી છે. સિંધુએ આ ડીલ સાથે વિરાટ કોહલીના 2017ની ડીલની બરાબરી કરી છે. વિરાટ કોહલીએ 2017માં સ્પોર્ટ્સ કંપની સાથે 8 વર્ષ માટે 100 કરોડમાં ડીલ સાઈન કરી હતી.

 

આ પણ વાંચો: મિચલને ખોટો આઉટ આપ્યા બાદ ફરી વાર DRS વિવાદમાં

 

ચીની કંપની લિ નિંગે સિંધુ સિવાય અન્ય બેડમિન્ટન પ્લેયર સાથે પણ ડીલ સાઈન કરી હતી. લિ નિંગે મનુ અત્રી અને સુમિત રેડ્ડી 4-4 કરોડમાં ડીલ સાઈન કરી હતી આ સિવાય પારૂપલ્લી કશ્યપ સાથે 8 કરોડમાં 2 વર્ષના કરાર સાઈન કર્યા હતા. આ સિવાય ઈન્ડિયન ઓલિમ્પિક એસોશિએશન સાથે ડીલ સાઈન કરી હતી. આ કરાર અંતર્ગત 2020 ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓને કિટ અને જૂતા આપશે.