નિયમિત રીતે ન રમવાથી લય પર વિપરીત અસર પડે છે : ભુવનેશ્વર

14 February, 2019 06:52 PM IST  | 

નિયમિત રીતે ન રમવાથી લય પર વિપરીત અસર પડે છે : ભુવનેશ્વર

ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર

લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય મૅચ નહીં રમવાથી કોઈ પણ બોલરની લય બગડી શકે છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને આ વાતની ખબર ઑસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં પડી હતી જેમાં તેણે ૬૬ રન આપ્યા હતા. ટેસ્ટ-ટીમમાં પસંદ થયેલા ભુવનેશ્વરને ચાર મૅચોની સિરીઝની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહોતું મળ્યું. તે પહેલી વન-ડેમાં લયમાં નહોતો. એક મહિના સુધી સ્પર્ધાત્મક ક્રિકેટ ન રમવાથી રમત પર શું અસર પડી એવા સવાલના જવાબમાં ભુવનેશ્વરે કહ્યું હતું કે ‘આની અસર મારી લય પર પડી છે. મૅચ દરમ્યાન લય અલગ હોય છે. હું નેટ પર પણ લય સાથે બોલિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નેટની પરિસ્થિતિની સરખામણી મૅચ સાથે ન કરી શકાય. સિડની મૅચમાં લયમાં નહોતો, પરંતુ એ સુધરી જશે.’

આ પણ વાંચો: સાઉથ આફ્રિકાએ કર્યા પાકિસ્તાનનાં સૂપડાં સાફ

ભુવનેશ્વરે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ૧૦૦ ટકા ફિટ નહોતો, પરંતુ હાલમાં ફિટ છું. ત્યારે મને ખબર નહોતી કે પાંચ દિવસ સુધી ટેસ્ટમાં રમી શકીશ કે નહીં. સારી વાત એ હતી કે અમારી પાસે એવો બોલરો હતો જે મારી જગ્યાએ બોલિંગ કરી શકે.’

bhuvneshwar kumar sports news cricket news team india