લૅથમની સેન્ચુરીની મદદથી: ન્યુ ઝીલૅન્ડે ચોથા દિવસે લીધી 138 રનની લીડ

26 August, 2019 12:45 PM IST  |  મુંબઈ

લૅથમની સેન્ચુરીની મદદથી: ન્યુ ઝીલૅન્ડે ચોથા દિવસે લીધી 138 રનની લીડ

ટૉમ લૅથમ

ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બે ટેસ્ટ મૅચની સિરીઝમાંની બીજી અને છેલ્લી મૅચમાં ન્યુ ઝીલૅન્ડે ચોથા દિવસનો ખેલ સમાપ્ત થતાં પહેલાં બીજી ઇનિંગમાં પાંચ વિકેટે ૩૮૨ રન કરી શ્રીલંકા પર કુલ ૧૩૮ રનની લીડ લીધી હતી.
ન્યુ ઝીલૅન્ડના બૅટ્સમૅન ટૉમ લૅથમે ૧૫૪ રનની શાનદાર પારી રમી ટીમના સ્કોરને આગળ લઈ જવામાં મદદ કરી હતી. લૅથમે પોતાની આ ઇનિંગ દરમ્યાન કુલ ૧૫ ચોગ્ગા ફટકાર્યા હતા અને તે પાંચમી વિકેટરૂપે દિલરુવાન પરેરાના બૉલમાં એલબીડબ્લ્યુ થયો હતો. જોકે મિડલ ઑર્ડરમાં રમવા આવેલા વૅટલિંગ અને કોલિન ડી ગ્રૅન્ડહોમ અનુક્રમે ૮૧ અને ૮૩ રન કરીને ક્રીઝ પર જામેલા છે. ન્યુ ઝીલૅન્ડની બીજી ઇનિંગમાં શ્રીલંકાના દિલરુવાન પરેરાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી છે.

આ પણ વાંચો : ઍશિઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવ્યું

શ્રીલંકાએ જાહેર કરી ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ ટીમ, મલિંગા કૅપ્ટન

કોલંબો (જી.એન.એસ.) : ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા બે ટેસ્ટ મૅચોની સિરીઝ બાદ ૧ સપ્ટેમ્બરથી ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ રમશે, જે માટે શ્રીલંકાએ પોતાના ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે અને ટીમની કમાન લસિથ મલિંગાને સોંપવામાં આવી છે.
શ્રીલંકાની ટી૨૦ ટીમમાં અવિષ્કા ફર્નાન્ડોને જગ્યા આપવામાં આવી છે, જેને ન્યુ ઝીલૅન્ડ વિરુદ્ધ શ્રીલંકાની ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. શ્રીલંકાની આ ટીમમાં કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, સેહાન જયસૂર્યા, ધનુષા ગુણાથિલાકા અને નિરોશન ડિકવેલાન સહિત ઇસુરુ ઉડાના, કુસન રજીથા, લાહિરુ કુમારા, અકીલા ધનંજય અને લક્ષણ શંદાકનને સ્થાન આપવામાં આવ્યું છે.

cricket news sports news new zealand sri lanka