SL Vs NZ: કિવી ટીમે શ્રીલંકાને આપ્યો ૬૬૦ રનના ટાર્ગેટનો પડકાર

29 December, 2018 09:07 AM IST  | 

SL Vs NZ: કિવી ટીમે શ્રીલંકાને આપ્યો ૬૬૦ રનના ટાર્ગેટનો પડકાર

કોલિન ડી ગ્રેન્ડહોમે 28 બોલમાં ફટકારી હાફ સેન્ચ્યુરી

ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ ગ્રાઉન્ડ પર ગઈ કાલે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકા સામે ચોથી ઇનિંગ્સમાં ૬૬૦ રનનો પહાડ જેવો ટાર્ગેટ સેટ કરીને બે ટેસ્ટની સિરીઝ ૧-૦થી જીતવાની લગોલગ પહોંચી ગયું છે. દિવસના અંતે શ્રીલંકાએ પહેલી બે ઓવરમાં બન્ને ઓપનરની વિકેટ ગુમાવીને ૧૪ ઓવરમાં ૨૪ રન બનાવ્યા હતા અને જીતવા માટે બે દિવસમાં ૬૩૬ રન બનાવવાના છે. પ્રવાસી શ્રીલંકાની ટીમે પહેલી ટેસ્ટ સફળતાપૂર્વક ડ્રૉ કરી હતી જેમાં કુશળ મેન્ડિસે ૧૨૦ અને ઍન્જેલો મૅથ્યુઝે ૧૪૧ રન બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડે બીજી ઇનિંગ્સમાં કમાલની બૅટિંગ કરી હતી. પહેલી ટેસ્ટમાં નૉટઆઉટ ૨૬૪ રન બનાવનાર ઓપનર ટોમ લૉથમે ૩૭૦ બૉલમાં ૧૭ ફોર અને એક સિક્સની મદદથી શાનદાર ૧૭૬ રન ફટકાર્યા હતા.

આ પણ વાંચોઃ  NZ Vs SL: બોલ્ટનો ડ્રીમ સ્પેલ, 15 બોલમાં ઝડપી છ વિકેટ

જીત રાવલે ૭૪, કૅપ્ટન કેન વિલિયમસને ૪૮ અને રોસ ટેલરે ૪૪ બૉલમાં ૪૦ રન ફટકાર્યા હતા. હેન્રી નિકોલ્સે ૨૨૫ બૉલમાં નૉટઆઉટ ૧૬૨ રન ફટકારીને પ્રવાસી શ્રીલંકન બોલરોને થકવી નાખ્યા હતા. નિકોલ્સ અને લૉથમ વચ્ચે ૫૫.૨ ઓવરમાં ૨૧૪ રનની પાર્ટનરશિપ થઈ હતી.

 

લૉથમની વિદાય પછી કૉલિન ડિ ગ્રૅન્ડહોમે ૨૮ બૉલમાં હાફસેન્ચુરી ફટકારીને પોતાના દેશ વતી ફાસ્ટેસ્ટ હાફસેન્ચુરી ફટકારવાનો નવો રેકૉર્ડ બનાવ્યો હતો. ૧૦ વર્ષ પહેલાં તેના સાથી-ખેલાડી ટિમ સાઉધીએ ૨૯ બૉલમાં ઇંગ્લૅન્ડ સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. વલ્ર્ડ રેકૉર્ડ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન મિસબાહ-અલ-હકના નામે છે જેણે ઑસ્ટ્રેલિયા સામે ફક્ત ૨૧ બૉલમાં ૫૦ રન ફટકાર્યા હતા. કૉલિન ડિ ગ્રૅન્ડહોમે ફક્ત ૪૫ બૉલમાં ૬ ફોર અને ૨ સિક્સની મદદથી નૉટઆઉટ ૭૧ રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ NZ Vs SL: બોલ્ટનો ડ્રીમ સ્પેલ, 15 બોલમાં ઝડપી છ વિકેટ

શ્રીલંકાએ પહેલી બે ઓવરમાં બન્ને ઓપનર દાનુશ્કા ગુનથિલકે અને દિમુથ કરુણારત્નેની વિકેટ ગુમાવતાં મુસીબતમાં મુકાયું હતું. ગુનથિલકેએ ચાર રન બનાવ્યા હતા, જ્યારે કરુણારત્ને એકેય રન બનાવ્યા વિના વિકેટની પાછળ ઝિલાઈ ગયો હતો. દિવસના અંતે કૅપ્ટન દિનેશ ચંદીમલ ૪૨ બૉલમાં બે ફોરની મદદથી ૧૪ રન અને કુશલ મેન્ડિસ ૩૩ બૉલનો સામનો કરીને ૬ રન બનાવીને નૉટઆઉટ હતા. આજે પ્રવાસી ટીમે પહેલી ટેસ્ટમાં જે ગજબની દૃઢતા બતાવી હતી એનું પુનરાવર્તન કરવાનું રહેશે જે સરળ નહીં હોય.

sports news cricket news new zealand sri lanka