ગોવાના મિનિસ્ટરે આઇઓએએ ફટકારેલા દંડને ભરવાની ના પાડી

08 August, 2019 12:42 PM IST  |  પણજી

ગોવાના મિનિસ્ટરે આઇઓએએ ફટકારેલા દંડને ભરવાની ના પાડી

ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક અસોસિએશન

ગોવા સરકારે હાલમાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક અસોસિએશન (આઇઓએ) દ્વારા લગાડવામાં આવેલો છ કરોડ રૂપિયાનો દંડ ભરવાની ના પાડી દીધી છે. ૩૬મી નૅશનલ ગેમ્સ ગોવામાં સમયસર આયોજિત ન કરી શકવાને કારણે ગોવા સરકાર પર આ દંડ લગાડવામાં આવ્યો છે. ગોવાના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનોહર આજગાંવકરે જણાવ્યું કે રાજ્ય સરકાર નૅશનલ ગેમ્સ માટે પહેલાં જ ૩૯૦.૪૭ કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે, પણ ગેમ્સની તારીખ વારંવાર મોકૂફ કરવામાં આવી રહી હતી. ગોવા વિધાનસભામાં આ સંદર્ભે પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમારા પર લગાડવામાં આવેલો દંડ અમે નહીં ભરીએ.

શરૂઆતના તબક્કામાં આ દંડ ૧૦ કરોડ રૂપિયા હતો જેને પછીથી ઘટાડીને ૬ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો. ગોવા સરકારે આઇઓએને મે ૨૦૨૦ની આસપાસ ગેમ્સ માટેની તારીખ ફાળવવા માટે સૂચન મોકલી દીધું છે. આ પહેલાં નૅશનલ ગેમ્સનાં કેટલાંક ઍડિશન પણ મોડેથી શરૂ થવાની વાત પર આજગાંવકરે ધ્યાન દોર્યું હતું તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટમાં મોડું થવા માટે ૨૦૧૯ના ઇલેક્શનને પણ જવાબદાર ગણાવ્યું હતું.

international olympic committee sports news goa panaji