લિમિટેડ ઓવરમાં વિરાટ સામે સૌથી સફળ બોલર ‌બન્યો ઝૅમ્પા

19 January, 2020 12:41 PM IST  |  Mumbai Desk

લિમિટેડ ઓવરમાં વિરાટ સામે સૌથી સફળ બોલર ‌બન્યો ઝૅમ્પા

ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જે બે વન-ડે અત્યાર સુધી રમાઈ છે એમાં ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીને આઉટ કરવામાં ઑસ્ટ્રેલિયાના ઍડમ ઝૅમ્પાને સફળતા મળી છે. કોહલી સામે ઍડમ ઝૅમ્પાનો પર્ફોર્મન્સ જોઈએ તો લિમિટેડ ઓવરમાં ઝૅમ્પાએ રન મશીન કોહલીને પાંચ વાર વન-ડેમાં અને બે વાર ટી૨૦માં આઉટ કરી ચૂક્યો છે. વેસ્ટ ઇન્ડીઝનો રવિ રામપાલ કોહલીને વન-ડેમાં સૌથી વધારે છ વાર પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. શ્રીલંકન બોલર થિસારા પરેરા, ન્યુ ઝીલૅન્ડ પેસર ટીમ સાઉધી અને અન્ય બે બોલર કોહલીને વન-ડેમાં પાંચ-પાંચ વાર આઉટ કરી ચૂક્યા છે. જો આજની મૅચમાં ઝૅમ્પા ફરી કોહલીને આઉટ કરશે તો તે રવિ રામપાલની સાથે વિરાટને વન-ડેમાં છ વાર આઉટ કરનારો બોલર બની જશે.

cricket news sports sports news virat kohli