માઇકલ ક્લાર્કને ડિવૉર્સ ૨૮૫ કરોડ રૂપિયામાં પડ્યા

14 February, 2020 03:19 PM IST  |  Mumbai Desk

માઇકલ ક્લાર્કને ડિવૉર્સ ૨૮૫ કરોડ રૂપિયામાં પડ્યા

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂ‍ર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્ક અને પત્ની કાયલીએ પોતાનાં સાત વર્ષના લગ્નસંબંધને પૂર્ણવિરામ આપી ડિવૉર્સ લીધા છે. આ ડિવૉર્સ ૪૦ મિલ્યન ડૉલર (અંદાજે ૨૮૫ કરોડ રૂપિયા)માં થયા છે. આ દંપતીનાં મે ૨૦૧૨માં લગ્ન થયાં હતાં અને તેમને ચાર વર્ષની કેલેસી નામે પુત્રી પણ છે.

દંપતીએ સાથે મળીને સ્ટેટમેન્ટ આપ્યું હતું અને કહ્યું હતું કે ‘કેટલાક સમય અલગ રહ્યાં બાદ અમે છૂટા થવાનો આ અઘરો નિર્ણય લીધો છે. અમને એકબીજા પ્રત્યે માન છે અને આ નિર્ણય અમારા બન્નેનો છે. જોકે અમે બન્ને સાથે મળીને અમારી બાળકીનું કો-પેરેન્ટિંગ કરીશું.’

પ્રાપ્ત માહિતી મુજબ ક્લાર્ક અને તેની પત્ની વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી તણાવ હતો અને તેઓ સાથે નહોતાં રહેતાં. આ છૂટાછેડા બાદ ક્લાર્ક વૌકલોઝની પ્રૉપર્ટી છોડી જતો રહેશે અને કાયલી એ પ્રૉપર્ટીમાં પોતાની દીકરી સાથે રહેશે.

sports news sports cricket news michael clarke