માર્નસ લબુશેનની નૉટઆઉટ 130 રનની ઇનિંગને લીધે યજમાન ટીમની સારી શરૂઆત

04 January, 2020 02:57 PM IST  |  Sydney

માર્નસ લબુશેનની નૉટઆઉટ 130 રનની ઇનિંગને લીધે યજમાન ટીમની સારી શરૂઆત

માર્નસ લબુશેન

ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ મૅચના પહેલા દિવસે યજમાન ટીમે સારી શરૂઆત કરી છે. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બૅટિંગનો નિર્ણય લીધો અને પહેલા દિવસની રમત ખતમ થતાં સુધીમાં એણે ૩ વિકેટે ૨૮૩ રન બનાવી લીધા હતા. માર્નસ લબુશેન ૧૩૦ રન બનાવીને ક્રીઝ પર છે.

યજમાન ટીમની શરૂઆત આમ તો નબળી રહી હતી અને ૯૫ રનમાં બન્ને ઓપનિંગ પ્લેયર ડેવિડ વૉર્નર અને જો બ્રુન્સની વિકેટ ગુમાવી હતી. વૉર્નર ૪૫ રને અને બ્રુન્સ ૧૮ રને આઉટ થયો હતો. પછીથી રમવા આવેલા માર્નસ લબુશેન અને સ્ટીવન સ્મિથે ટીમની પારીને સંભાળીને ત્રીજી વિકેટ માટે ૧૫૬ રનની પાર્ટનરશિપ કરી હતી. સ્મિથ ૬૩ રન કરી કૉલિન ડી ગ્રૅન્ડહોમનો શિકાર બન્યો હતો, જ્યારે લબુશેન સેન્ચુરી ફટકારી ટીમના સ્કોરને આગળ વધારતો રહ્યો હતો. લબુશેન ૧૩૦ રન અને મૅથ્યુ વેડ ૨૨ રન કરીને કક્રીઝ પર છે.

ન્યુ ઝીલૅન્ડના કૉલિન ડી ગ્રૅન્ડહોમે બે વિકેટ લીધી હતી.

સ્ટીવન સ્મિથે ગઈ કાલે ખાતું ખોલવા માટે 39 બૉલ લીધા હતા

સ્ટેડિયમમાં ‘બિયર સ્નૅક’ : ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસે મૅચ જોવા આવેલા દર્શકોએ ખાલી કપ વડે બિયર સ્નૅક બનાવ્યો હતો અને કંઈક આ રીતે મોજમસ્તી કરી હતી. તસવીર : પી.ટી.આઇ.

steve smith australia new zealand test cricket cricket news sports news