મૅમ, હમ સિંહ ભી હૈં ઔર ધોની ભી

07 March, 2019 11:15 AM IST  | 

મૅમ, હમ સિંહ ભી હૈં ઔર ધોની ભી

મહેન્દ્ર સિંહ ધોની

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે સિરીઝની ત્રીજી વન-ડે મહેન્દ્ર સિંહ ધોનીના જન્મના શહેર રાંચીમાં રમાશે. ધોનીના બાળપણના કોચ કેશબ રંજન બૅનરજીએ મીડિયાને કહ્યું હતું કે ‘કોઈ વ્યક્તિએ મને પૂછ્યું હતું કે ધોનીની બાયોપિકમાં કામ કરવાના તમે રૂપિયા લીધા હતા? મેં જવાબ આપ્યો કે કોઈ ગુરુ તેના શિષ્ય પાસેથી રૂપિયા ન લે. ધોની આજે પણ પહેલી જેવી જ શરમાળ વ્યક્તિ છે. તે પોતાની ફીલિંગ્સ સ્મિતની પાછળ છુપાવે છે. તેને ખબર હતી કે ક્રિકેટ તેની લાઇફ છે, ક્રિકેટ તેની ફૅમિલી કરતાં પણ વધુ મહત્વનું છે. મને ત્રીજી વન-ડેના બે પાસ મળ્યા છે એટલે હું તેની બૅટિંગ સ્ટેડિયમમાં જોવા જવાનો છું.’

આ પણ વાંચો : જૉની બેરસ્ટૉના 68 રનની મદદથી ઇંગ્લૅન્ડે લીધી T20 સિરીઝમાં લીડ

જવાહર વિદ્યામંદિર સ્કૂલનાં રિટાયર્ડ ટીચર સુષમા શુક્લાએ ધોની વિશે કહ્યું હતું કે ‘તે ખૂબ શાંત બાળક હતો. હું સાતમા અને આઠમા ધોરણમાં તેની બાયોલૉજીની ટીચર હતી. મને યાદ છે કે મેં તેને એક વખત સવાલ પૂછ્યો હતો કે મહેન્દ્ર, તુમ સિંહ હો યા ધોની? તેણે જવાબ આપ્યો હતો કે મૅમ, હમ સિંહ ભી હૈં ઔર ધોની ભી. ક્રિકેટમાં વ્યસ્ત હોય તો પણ તેને ૬૦ ટકા આરામથી આવી જતા હતા. એક વખત તે બાયોલૉજીની ટેસ્ટ બન્ક કરીને મૅચ રમવા માટે બીજા શહેરમાં ટ્રેનથી જઈ રહ્યો હતો અને એ જ ટ્રેનમાં હું હતી. તેના એક સાથી-ખેલાડીએ આવીને મને પૂછ્યું, ‘મૅમ, આપ મહેન્દ્ર કે ટીચર હો ના?’

ms dhoni cricket news ranchi