ધોનીની ફૅમિલી પણ ઇચ્છે કે તે હવે રિટાયર થઈ જાય: બાળપણના કોચ કેશવ બૅનરજી

18 July, 2019 12:48 PM IST  |  નવી દિલ્હી

ધોનીની ફૅમિલી પણ ઇચ્છે કે તે હવે રિટાયર થઈ જાય: બાળપણના કોચ કેશવ બૅનરજી

ધોની

વન-ડેમાં હાઇએસ્ટ સ્ટમ્પિંગનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવનાર ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વર્લ્ડ કપમાં ઍવરેજ પર્ફોર્મન્સને કારણે રિટાયર થવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. એવામાં મહેન્દ્ર સિંહ ધોનીના ચાઇલ્ડહૂડ કોચ કેશવ બૅનરજીએ કહ્યું કે ધોનીના ઘરવાળા પણ ઇચ્છે છે કે તે હવે ક્રિકેટમાંથી રિટાયર થઈ જાય.

કેશવ બૅનરજી રાંચીમાં આવેલા ધોનીના જૂના ઘરમાં તેનાં માતા-પિતાને મળ્યાં હતાં. કેશવ બૅનરજીના જણાવ્યા પ્રમાણે ‘મીડિયા સહિત ધોનીનાં માતા-પિતા ઇચ્છે છે કે ધોનીએ હવે રિટાયર થઈ જવું જોઈએ અને અમારા મતે કદાચ આ જ બરાબર છે. હવે અમે આટલી બધી સંપત્તિને સંભાળી નથી શકતા.’

આ ઉપરાંત કેશવ બૅનરજીએ જણાવ્યું હતું કે ‘ધોનીનાં માતા-પિતાએ ધોનીને ૨૦૨૦માં થનારા ટી૨૦ વર્લ્ડ કપ સુધી રમવાની પરવાનગી મળે એ માટે અરજી પણ કરી હતી.’

આ પણ વાંચો : પાંડે અને પંડ્યાના પાવરથી ઇન્ડિયા-એનો સિરીઝ-વિજય

વર્લ્ડ કપમાં ધોની ૮ ઇનિંગ્સમાં ૨૭૩ રન બનાવી શક્યો હતો જેમાં બે ફિફ્ટી સામેલ છે.

ms dhoni cricket news sports news