ધોની હજી વર્લ્ડનો બેસ્ટ ફિનિશર : ઇયાન ચૅપલ

21 January, 2019 11:32 AM IST  | 

ધોની હજી વર્લ્ડનો બેસ્ટ ફિનિશર : ઇયાન ચૅપલ

ઇયાન ચૅપલ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ઇયાન ચૅપલનું માનવું છે કે ભારતનો ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હજી પણ વન-ડેનો બેસ્ટ ફિનિશર છે.

ઇયાન ચૅપલે કહ્યું હતું કે ‘ધોની જેટલો સમજદાર અત્યારે ટીમમાં કોઈ નથી. ઘણી વખત મને એમ થાય છે કે તે ખૂબ ધીમું રમી રહ્યો છે, પણ ત્યારે તે શાનદાર શૉટ્સ ફટકારીને મને ખોટો પાડી દેતો હોય છે અને હંમેશાં તે ટીમને જીત સુધી પહોંચાડતો હોય છે. જે કામ ઑસ્ટ્રેલિયન ટીમમાં વિનિંગ ફોર મારીને માઇકલ બેવન કરતો હતો એ કામ ભારત માટે ãસક્સર ફટકારીને ધોની કરે છે. ૩૭ વર્ષની ઉંમરે પણ તેની ભાગીને રન લેવાની ચપળતા શાનદાર છે. સ્ટૅટિસ્ટિકલી પણ ધોની માઇકલ બેવન કરતાં બેસ્ટ છે, એમાં કોઈ બેમત નથી. ધોની બેસ્ટ ફિનિશર છે. તેણે ઍડીલેડ ઓવલમાં લૉન્ગ-ઑન બાઉન્ડરી પર સિક્સર ફટકારીને પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.’

આ પણ વાંચો : ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફેડરર બહાર

ધોનીએ ૩૩૫ વન-ડેમાં ૧૦ સદી અને ૭૦ અડધી સદી ફટકારી છે.

ian chappell