લોકી ફર્ગ્યુસનને રાખવામાં આવ્યો આઇસોલેશનમાં

15 March, 2020 03:04 PM IST  |  Mumbai Desk

લોકી ફર્ગ્યુસનને રાખવામાં આવ્યો આઇસોલેશનમાં

લોકી ફર્ગ્યુસન

ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને ૨૪ કલાક માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની પહેલી મૅચ બાદ લોકીને ગળામાં તકલીફ થતાં તેને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. આ વિશે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ દ્વારા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે ‘હેલ્થ પ્રોટોકૉલને ધ્યાનમાં રાખીને લોકી ફર્ગ્યુસનને ૨૪ કલાક માટે તેની હોટેલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યો છે. પહેલી વન-ડે બાદ તેણે ગળામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. એક વાર તેની ટેસ્ટના રિઝલ્ટ આવી જાય ત્યાર બાદ તે ટીમમાં કમબૅક કરશે કે નહીં એ નક્કી કરવામાં આવશે.’

cricket news coronavirus sports sports news