લિયો કાર્ટરે ટી૨૦માં કરી યુવરાજવાળી ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારી

06 January, 2020 04:53 PM IST  |  Mumbai Desk

લિયો કાર્ટરે ટી૨૦માં કરી યુવરાજવાળી ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારી

ન્યુ ઝીલૅન્ડમાં ચાલી રહેલી ટી૨૦ સુપર સ્મેશ ટુર્નામેન્ટમાં ગઈ કાલે કેન્ટરબરી અને નૉર્ધર્ન ડિસ્ટ્રિક્ટ વચ્ચે રમાયેલી મૅચમાં લિયો કાર્ટરે ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ટી૨૦માં આવું કીર્તિમાન રચનારો તે ચોથો પ્લેયર બન્યો છે. 

હેગલી ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી મૅચની ૧૬મી ઓવર નાખવા આવેલા ઍન્ટન ડેવકિચના દરેક બૉલને કાર્ટરે બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. તેણે ૨૯ બૉલમાં ત્રણ બાઉન્ડરી અને ૭ સિક્સર ફટકારી નૉટઆઉટ ૭૦ રન બનાવ્યા હતા. કાર્ટર પહેલાં આ કીર્તિમાન ૨૦૦૭માં યુવરાજ સિંહ, ૨૦૧૭માં રૉસ વ્હિટલી અને ૨૦૧૮માં હઝરતુલ્લા ઝઝઇએ સરજ્યો હતો. જોકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૬ બૉલમાં ૬ સિક્સર મારવાનો રેકૉર્ડ ગૅરી સોબર્સ અને રવિ શાસ્ત્રીના નામે છે.

cricket news sports sports news