લેડીઝ ક્રિકેટ 2020 માટે ટીમ નોંધાવી?

09 December, 2019 11:37 AM IST  |  Mumbai

લેડીઝ ક્રિકેટ 2020 માટે ટીમ નોંધાવી?

ક્રિકેટ

મુંબઈનું સૌથી એક્સાઇટિંગ અને કલરફુલ ગુજરાતી અખબાર ‘મિડ-ડે’ ફરી એક વાર ઘાટકોપર જૉલી જિમખાનાના સહયોગથી લેડીઝ ક્રિકેટનું આયોજન કરવા જઈ રહ્યું છે. ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ ઘાટકોપર જૉલી જિમખાનામાં રમાનારી લેડીઝ ક્રિકેટના ધમાકેદાર કાર્નિવલ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ટીમ રજિસ્ટર કરાવવાનો છેલ્લો દિવસ છે રવિવાર, ૧૫ ડિસેમ્બર. 

દર વર્ષની જેમ લેડીઝ ક્રિકેટ સૉફ્ટ ટેનિસ બૉલથી ૧૬ યાર્ડની ટૂંકી પિચ પર રમાશે. એમાં માત્ર થ્રો બોલિંગ નાખી શકાશે, અન્ડર-આર્મ કે ઓવર-આર્મ નહીં. સ્પર્ધામાં વેસ્ટર્નમાં વિરાર સુધીની તથા સેન્ટ્રલમાં શહાડ-બદલાપુર કે પનવેલ સુધીની ગુજરાતી-પારસી-મારવાડી મહિલાઓ જ ભાગ લઈ શકશે. ગુજરાતી સાથે લગ્ન કરનારી બિનગુજરાતી મહિલાઓ અને બિનગુજરાતી સાથે લગ્ન કરનારી મહિલાઓ તેમજ તેમની પુત્રી પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. એક વ્યક્તિ એક જ ટીમમાંથી રમી શકશે. દરેક ટીમ ૧૦ મેમ્બર્સની રહેશે, પણ મૅચ રમવા ૮ પ્લેયર્સ મેદાન પર ઊતરી શકશે.

ટીમ રજિસ્ટર કરાવવા માટે કોઈ પણ ગ્રુપ, સંસ્થા, સોસાયટી કે જ્ઞાતિએ ૧૦ મહિલા પ્લેયર્સની ટીમ બનાવવાની રહેશે. રજિસ્ટ્રેશન કરાવવાની સાથે દરેક ટીમે એક કાગળ પણ પોતાની ટીમના દરેક પ્લેયરનાં નામની સાથે તેમનાં ટી-શર્ટની સાઇઝ લખી આપવી પડશે અને સાથે દરેકનું રેસિડન્સ-પ્રૂફ પણ આપવું પડશે.

રજિસ્ટ્રેશન-ફી ૩૦૦૦ રૂપિયા છે. વધુ માહિતી તથા રજિસ્ટ્રેશન માટે દિનેશ સાવલિયાનો ૯૮૨૦૨ ૨૯૮૯૬ નંબર પર સંપર્ક કરવો.

મહિલા મહાસંગ્રામની આ ૧૧મી સીઝન ન્યુલી ઇનોવેટેડ સિક્સર સુપ્રીમો ક્રિકેટ ટેનિસ બૉલથી રમાશે. આ બૉલ વધુ બાઉન્સ, બહેતર ‌ગ્રિપ અને લાંબા સમય સુધી ટકે એ માટે એક્સ્ટ્રા ડ્યુરા ફેલ્ટ વડે બનાવવામાં આવ્યા છે.

આ નવા બૉલથી તમે પ્રૅક્ટિસ કરી શકો એ માટે રજિસ્ટ્રેશન વખતે દરેક ટીમને છ બૉલનું એક બૉક્સ કૉમ્પ્લીમેન્ટરી આપવામાં આવશે. દરેક ટીમને વિનંતી છે કે રજિસ્ટ્રેશન કરાવતી વખતે ફી-રિસીટ અને બૉલનું બૉક્સ મેળવી લે.

cricket news ghatkopar sports news