ચંદીમલના સ્થાને કરુણારત્નેને બનાવાશે નવો કૅપ્ટન?

05 February, 2019 10:12 AM IST  |  | બિપિન દાણી

ચંદીમલના સ્થાને કરુણારત્નેને બનાવાશે નવો કૅપ્ટન?

કરુણારત્ને

બુધવારે સાઉથ આફ્રિકા માટે રવાના થનારી શ્રીલંકાની ટેસ્ટ-ટીમમાં ધરખમ ફેરફારો થશે. હાલના સુકાની દિનેશ ચંદીમલની હકાલપટ્ટી નિશ્ચિત છે અને તેના સ્થાને કરુણારત્નેની નિમણૂક થશે એવી જાણકારી કોલંબોસ્થિત સૂત્રો દ્વારા જાણવા મળે છે. આજે સવારે સાડાનવ વાગ્યે પસંદગીકારો ભેગા થશે અને ટીમ રવાના થવાના ૨૪ કલાક પૂર્વે હાલના સુકાનીને પડતો મૂકવામાં આવશે અને નવા કેપ્ટનની જાહેરાત થશે.

શ્રીલંકાની ટીમમાં કેટલાક નવા ચહેરાને પણ સામેલ કરવામાં આવશે એમ જાણવા મળે છે.

શ્રીલંકાની ટીમ સાઉથ આફ્રિકામાં બે ટેસ્ટ-મૅચો, પાંચ વન-ડે અને બે વ્૨૦ મૅચો રમશે.

સોમવારે શ્રીલંકાનો સ્વાતંત્ર્યદિન હતો, પરંતુ ટીમ એને યાદગાર બનાવી શકી નહીં. શ્રીલંકાના ખેલકૂદ પ્રધાન હરીન ફર્નાન્ડિસે એ ટીમના ખેલાડીઓ અને વિવિધ વિભાગના કોચને સ્વાતંત્ર્યદિનના આગલા દિવસે હોટેલમાં ડિનર પાર્ટી આપી હતી. ખેલાડીઓને આંતરિક વિખવાદ ભૂલી જઈ માત્ર રમવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી છે.

રાષ્ટ્રના ખેલકૂદપ્રધાને ગ્રાઉન્ડની પિચની પણ ટીકા કરી હતી. આ આ પિચ પર બૉલ ભારે ઊછળતો હતો અને ખેલાડીઓ માંડ-માંડ ગંભીર ઈજામાંથી બચ્યા હતા.

આ પણ વાંચો : હોલ્ડર પર એક મૅચના પ્રતિબંધની ICCની કાર્યવાહીની વૉર્ને કરી ટીકા

સાઉથ આફ્રિકામાં વાપસી કરશે શ્રીલંકા : ચંદીમલ

શ્રીલંકાના કૅપ્ટન દિનેશ ચંદીમલે કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટની સિરીઝમાં હારનાર અમારી ટીમ રમતમાં સુધારો કરશે અને સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમશે. શ્રીલંકાએ બ્રિસબેનમાં પહેલી ટેસ્ટમાં ત્રણ દિવસની અંદર એક ઇનિંગ્સ અને ૪૦ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો તો કૅનબેરામાં ચોથા દિવસે ૩૬૬ રનથી હારી ગઈ હતી. શ્રીલંકાની ટીમ પોતાની યજમાનીમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ ૦-૩થી હાર્યા બાદ ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં પણ ટેસ્ટ-સિરીઝ ક્રમશ: ૦-૧ અને ૦-૨થી હારી ગયું હતું. સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ ૧૩ ફેબ્રુઆરીથી રમાશે. ટીમ ઑસ્ટ્રેલિયાથી જ સાઉથ આફ્રિકા જવા રવાના થશે.

sri lanka south africa cricket news sports news