ઇમરાન ખાનની મદદ માગી દાનિશ કનેરિયાએ

28 December, 2019 01:30 PM IST  |  Karachi

ઇમરાન ખાનની મદદ માગી દાનિશ કનેરિયાએ

ઇમરાન ખાન

શોએબ અખ્તરે કરેલી જાહેરાત બાદ દાનિશ કનેરિયાએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની મદદ માગી છે. શોએબે કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમમાં હિન્દુ પ્લેયર દાનિશ કનેરિયા સાથે કેટલાક પ્લેયર ભોજન કરવાનું પણ પસંદ નહોતા કરતા. આ જાહેરાત બાદ દાનિશે એ પ્લેયરનાં નામ જાહેર કરવાની પણ વાત કરી હતી. જોકે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાનિશે ઇમરાન ખાનની મદદ માગી છે. સ્ટેટમેન્ટમાં દાનિશે લખ્યું હતું કે ‘મારી લાઇફ હાલમાં સારી નથી. પાકિસ્તાનના અને દુનિયાના ઘણા લોકોનો મેં આ દલદલમાંથી કાઢવા માટે સંપર્ક કર્યો છે. મને હજી સુધી આ વિશે કોઈ મદદ નથી મળી. પાકિસ્તાનના ઘણા ક્રિકેટર્સના ઇશ્યુનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એક ક્રિકેટર તરીકે મેં પાકિસ્તાનને મારાથી શક્ય બધું આપ્યું છે અને એના પર મને ગર્વ છે. મને જ્યારે જરૂર છે ત્યારે મને વિશ્વાસ છે કે પાકિસ્તાનના લોકો મને મદદ કરશે. પાકિસ્તાનના દરેક લેજન્ડરી પ્લેયર્સના સપોર્ટની મને જરૂર છે. હું પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનની પણ મદદ માગું છું કે મને આ દલદલમાંથી જલદી બહાર કાઢે.’

imran khan cricket news sports news