કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્યાતિભવ્ય બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્

09 May, 2019 01:01 PM IST  |  મુંબઈ

કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્યાતિભવ્ય બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્

કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ

કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા પહેલી મે - મહારાષ્ટ્ર અને ગુજરાત દિનના દિવસે કાંદિવલીમાં એક અનોખું અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કપોળ જ્ઞાતિનાં ક્રિકેટપ્રેમી છોકરા-છોકરીઓને એક છત્ર નીચે ભેગા કરવાના ભગીરથ પ્રયાસરૂપે કપોળ યુનિટી કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ સામાજિક સેવા સંગ વિવિધ પ્રકારની રમત-ગમતો અને ટુર્નામેન્ટના આયોજનમાં છેલ્લાં ૨૩ વર્ષથી અગ્રેસર કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા જ્ઞાતિના ટેલેન્ટેડ યુવાઓને પ્લૅટફૉર્મ પૂરું પાડવા ઘણા દિવસોથી એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે દરેક સભ્યના મનમાં નક્કી જ હતું કે અતિ ભવ્ય જ નહીં, પરંતુ ભવ્યાતિભવ્ય આયોજન કરવું. દરેકેદરેક સભ્યોની મહિનાઓની અથાગ મહેનત, યોગ્ય પ્લાનિંગ અને સહિયારા પ્રયાસોની ફળશ્રુતિ એટલે કપોળ યુૂનિટી કપ ૨૦૧૯.

બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્ટના ઇતિહાસમાં રેકૉર્ડ-બ્રેકિંગ ઇવેન્ટ સમાન આ ઇવેન્ટમાં અધધધ ૮૨૦ છોકરાઓ અને ૨૮૦ છોકરીઓ સામેલ થયાં હતાં. દરેક ટીમમાં ૧૦-૧૦ ખેલાડીઓ પ્રમાણે પુરુષોની ૮૨ ટીમ અને મહિલાઓની ૨૮ ટીમ તૈયાર થઈ હતી. કુલ ૧૪૮ મૅચોને એક જ દિવસે રમાડવાના ચૅલેન્જિંગ ટાસ્કને કપોળ સ્પોર્ટ્સ ગ્રુપે સવારે ૬.૪૫થી શરૂ કરીને રાત્રે ૧૦.૧૫ વાગ્ય સુધી એટલે કે નૉન-સ્ટૉપ સાડાપંદર કલાકના અંતે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

‘મિડ-ડે’નો સાથ : સફળ આયોજનમાં મિડ-ડે મીડિયા પાર્ટનર તરીકે જોડાયું હતું.

લીગ રાઉન્ડના રોમાંચક બાદ નૉક-આઉટ ટક્કરને અંતે પુરુષો બી. જે. બ્લાર્ટ્સ ટીમ અને જી. વી. પી. સ્ટ્રાઇકર્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કયો હતો. ફાઇનલમાં બી. જે. બ્લાર્ટ્સ ટીમ પાંચ વિકેટે જીત મેળવીને ચૅમ્પિયન બની હતી. જ્યારે મહિલાઓમાં ટીમ હિમગીરી અને ટીમ સ્પિþનગોલ્ડે શાનદાર પફોર્ર્મન્સ સાથે ફાઇનલમાં પ્રવેશ કયોર્ હતો. ટીમ હિમગીરી ૯ વિકેટથી જીત મેળવીને વિજેતા બની હતી. પુરુષ વિભાગમાં રોનક મોદી બેસ્ટ બૅટ્સમૅન, મનન મહેતા બેસ્ટ બોલર, ઉમંગ શેઠ બેસ્ટ ફીલ્ડર અને ગૌરાંગ પારેખ મૅન ઑફ ધ સિરીઝ જાહેર થયા હતા. મહિલાઓમાં કૃપા મહેતા બેસ્ટ બૅટ્સવુમન, અમી ચિતલિયા બેસ્ટ બોલર, ઊર્વશી પારેખ બેસ્ટ ફીલ્ડર અને વિરાંગી મોદી વુમન ઑફ ધ સિરીઝ જાહેર થઈ હતી. બેસ્ટ સિનિયર ખેલાડી તરીકે ૭૫ વર્ષના જિતુભાઈ વોરા અને બાવન વર્ષનાં નીતા મોદીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

કપોળ સ્પોર્ટ્સ ગ્રુપના આ અનોખા આયોજનને મૂલ્યવાન સહકાર આપવા માટે ‘મિડ-ડે’ પણ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું હતું. ઉપરાંત કપોળ જ્ઞાતિની અનેક અગ્રણી સંસ્થાઓ અને મહાનુભાવોએ આ ભગીરથ આયોજનમાં અમૂ્લ્ય અને માતભર સહયોગ આપ્યો હતો. જ્ઞાતિજનોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને દરેકનો ઉત્સાહ વધાર્યો હતો.

આયોજકો માટે ગર્વ સમાન એ બની રહ્યું કે આ રેકૉડ-બ્રેકિંગ આયોજનની નોંધ ઇન્ડિયા બુક્સ ઑફ રેકૉર્ડસના પ્રતિનિધિઓએ પણ લીધી હતી અને આયોજનને રેકૉર્ડ્સ બુક્સમાં સામેલ કરવા માટે વિચારણા કરવા સહમત થયા હતા.

cricket news sports news