કુલદીપ યાદવ T20 રૅન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો

12 February, 2019 09:41 AM IST  | 

કુલદીપ યાદવ T20 રૅન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો

કુલદીપ યાદવ

ચાઇનામૅન સ્પિનર કુલદીપ યાદવ બોલરોના T20 રૅન્કિંગમાં બીજા ક્રમાંક પર પહોંચી ગયો છે તો ભારત ICC ટીમ રૅન્કિંગમાં બે પૉઇન્ટ ઓછા થવા છતાં બીજા ક્રમાંક પર યથાવત્ છે. કુલદીપે ન્યુ ઝીલૅન્ડ સામે છેલ્લી T20માં ૨૬ રન આપીને બે વિકેટ લીધી હતી. ભારત આ મૅચ ચાર રનથી અને સિરીઝ ૧-૨થી હારી ગયું હતું. અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન આ યાદીમાં ટોચ પર છે. ટૉપ ૧૦માં ભારતનો કોઈ બોલર નથી. કુલદીપનો જોડીદાર યુઝવેન્દ્ર ચહલ છ ક્રમાંક નીચે આવીને ૧૭મા સ્થાને છે તો ભુવનેશ્વર કુમાર ૧૮મા સ્થાન પર છે.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ 2019ની રેસમાં રિષભ પંત, અજિંક્ય રહાણે અને વિજય શંકર

બૅટિંગમાં ભારતીય વાઇસ-કૅપ્ટન રોહિત શર્મા ત્રણ ક્રમાંક આગળ વધ્યો છે તો લોકેશ રાહુલ ત્રણ ક્રમાંક નીચે આવ્યો છે. પાકિસ્તાનનો બાબર આઝમ આ યાદીમાં ટોચ પર છે. રોહિત સાતમા અને રાહુલ દસમા ક્રમાંક પર છે. ન્યુ ઝીલૅન્ડ સામે સિરીઝમાંથી બહાર રહેનાર વિરાટ કોહલી ૧૯મા ક્રમાંક પર છે. ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન કેન વિલિયમસન એક ક્રમાંક આગળ વધીને ૧૨મા ક્રમાંક પર આવી ગયો છે.

international cricket council Kuldeep Yadav