જૉની બેરસ્ટૉના 68 રનની મદદથી ઇંગ્લૅન્ડે લીધી T20 સિરીઝમાં લીડ

07 March, 2019 11:03 AM IST  | 

જૉની બેરસ્ટૉના 68 રનની મદદથી ઇંગ્લૅન્ડે લીધી T20 સિરીઝમાં લીડ

અટૅકિંગ ઇનિંગ્સ : ૪૦ બૉલમાં આક્રમક ૬૮ રન બનાવનાર ઇંગ્લૅન્ડનો ઓપનર જૉની બેરસ્ટૉ.

ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જૉની બેરસ્ટૉના ૪૦ બૉલમાં ૬૮ રનની મદદથી પહેલી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ઇંગ્લૅન્ડે વેસ્ટ ઇન્ડીઝને ૪ વિકેટથી હરાવીને ૩ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ લીધી હતી. ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગને ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નર્ણિય લીધો હતો. પાંચ ઓવરમાં ૩૭ રનમાં ૩ વિકેટ ગુમાવ્યા પછી વિન્ડીઝના નિકોલસ પુરને ૩૭ બૉલમાં ૩ ફોર અને ૪ સિક્સની મદદથી આક્રમક ૫૮ રન બનાવ્યા હતા. ટેસ્ટસિરીઝ ૨-૦ અને વન-ડે સિરીઝ સફળતાપૂર્વક ૨-૨થી લેવલ કરનારી વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં ૮ વિકેટે ૧૬૦ રન બનાવ્યા હતા.

સેન્ટ લુઝિયાના ડેરેન સેમી નૅશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં ઇંગ્લૅન્ડે ૨.૩ ઓવરમાં ૩૨ રનમાં બે વિકેટ ગુમાવી હતી. ત્યાર પછી જૉની બેરસ્ટૉએ ૪૦ બૉલમાં ૯ ફોર અને ૨ સિક્સની મદદથી ૬૮ રન ફટકારીને યજમાન બોલરોનાં છોતરાં કાઢ્યાં હતાં. મૉર્ગન-બેરસ્ટૉ વચ્ચે ૫૧ રનની પાર્ટનરશિપ થઈ હતી જેમાં મૉર્ગનને ફક્ત ૮ રન બનાવવાનો મોકો મYયો હતો. પ્રવાસી ટીમે ૧૮.૫ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૬૧ રન બનાવીને વિજય મેળવ્યો હતો. બીજી મૅચ સેન્ટ કિટ્સના વૉર્નર પાર્ક ગ્રાઉન્ડમાં આવતી કાલે રાતના દોઢ વાગ્યે રમાશે.

cricket news england sports news