બુમરાહ સાથે પંગો લેવો સહેલો નથી : રાહુલ

05 October, 2019 02:52 PM IST  |  નવી દિલ્હી

બુમરાહ સાથે પંગો લેવો સહેલો નથી : રાહુલ

કે. એલ. રાહુલ

કે. એલ. રાહુલનું કહેવું છે કે જસપ્રીત બુમરાહ સાથે કોઈ પણ બૅટ્સમૅને પંગો લેવો સહેલો નથી. ભારતીય ક્રિકેટ ટીમમાં જસપ્રીત બુમરાહ અને કે. એલ. રાહુલનું નામ ટોચના પ્લેયરોની યાદીમાં આવે છે. આ બન્ને પ્લેયરનો સમાવેશ હાલમાં ચાલી રહેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં નથી કરાયો છતાં કે. એલ. રાહુલે બુમરાહના પર્ફોર્મન્સ વિશે પોતાના વિચાર વહેતા કર્યા છે. બુમરાહની ગેમ વિશે વાત કરતાં રાહુલે કહ્યું હતું કે ‘બુમરાહ એક ટૅલન્ટેડ પ્લેયર છે. તેણે ઇન્ડિયા માટે રમવાનું શરૂ કર્યું એ પહેલાંથી જ હું તેને ઓ‍ળખું છું કેમ કે અમે જુનિયર લેવલની ટીમમાં સાથે હતા. તે ગેમ પ્રત્યે ઘણો કૉમ્પિટેટિવ અને ઉત્સાહી છે. તે હાલમાં ટીમ માટે જે પ્રમાણે રમે છે એ માણવું પણ ઘણું સારું લાગે છે. બુમરાહ સાથે પંગો લેવો સહેલો નથી, કારણ કે તે ખૂબ જ સ્પીડમાં બૉલ નાખે છે.’

આ પણ વાંચો : 100 ટી20 રમનાર પ્રથમ ભારતીય પ્લેયર બની હરમનપ્રીત કૌર

આ ઉપરાંત બુમરાહે ટીમ માટે પહેલાં જે પ્રમાણે પર્ફોર્મ આપ્યું છે એનાં પણ કે. એલ. રાહુલે વખાણ કર્યાં છે.

kl rahul sports news cricket news