એટલું કાશ્મીર-કાશ્મીર કર્યું કે કરાચી ભૂલી ગયા: ગૌતમ ગંભીર

02 October, 2019 01:00 PM IST  |  નવી દિલ્હી

એટલું કાશ્મીર-કાશ્મીર કર્યું કે કરાચી ભૂલી ગયા: ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે સિરીઝ પહેલાં મહેમાન ટીમની સિક્યૉરિટીને લગતા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે પાકિસ્તાને સુરક્ષાનું વચન આપતાં શ્રીલંકન ટીમ કરાચી પહોંચી હતી. હાલમાં દિલ્હીના સંસદસભ્ય બનેલા ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કર્યો હતો જેમાં શ્રીલંકન ક્રિકેટ ટીમની સિક્યૉરિટી માટે જતી કારના કાફલાનો પાકિસ્તાનના રહેવાસીઓ દ્વારા પોતાની કારમાંથી બેઠાં-બેઠાં વિડિયો બનાવીને મજાક કરવામાં આવે છે. કારમાં બેઠેલી એક વ્યક્તિ એટલું પણ બોલે છે કે ‘કર્ફ્યુ લગાડીને મૅચ કેવી રીતે રમાય એ આજે અમે તમને બતાવીશું.’

આ પણ વાંચો : સહા અને રોહિત આપશે ટીમને સારી કિક?

મહેમાન ટીમની સુરક્ષા માટે લગભગ ૩૦થી વધારે કારનો કાફલો તેમની આગળ-પાછળ જતો એ વિડિયોમાં જોઈ શકાય છે. આ વિડિયો અપલોડ કરી ગૌતમે પણ પોતાની આગવી સ્ટાઇલમાં મશ્કરી કરતાં કહ્યું હતું કે ‘એટલું કાશ્મીર-કાશ્મીર કર્યું કે કરાચી ભૂલી ગયા.’

gautam gambhir cricket news sports news pakistan sri lanka karachi