ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન પૂજારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં રમશે

08 May, 2019 05:16 PM IST  | 

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન પૂજારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં રમશે

ચેતેશ્વર પૂજારા રમશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ

IPL પછી પહેલી વાર યોજાનારી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ રમાવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં ભારતીય સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પણ સામેલ થશે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 14 મે 2019ના શરુ થવા જઈ રહી છે. હાલ ચેતેશ્વર પુજારા કઈ ટીમમાંથી રમશે તે નક્કી નથી થયું. બુધવારે બધી જ ટીમોના માલિકોની હાજરીમાં નક્કી કરાશે કે ચેતેશ્વર પૂજારા કઈ ટીમમાંથી રમશે

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની પહેલી સીઝન 14 મેથી 22 મે સુધીમાં રમાશે. સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં 5 ટીમો ભાગ લેશે. આ પાંચ ટીમો 10 મેચ રમશે અને ત્યાર બાદ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. 9 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો જોડાય તેવી આશા છે.

આ પણ વાંચો: રાજકોટમાં રમાશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2019ની પહેલી સિઝન

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2019 ટુર્નામેન્ટને ક્રિકેટ ચાહકો સ્ટાર સ્પોર્ટસ અને હોટ સ્ટાર ડિજીટલ પર લાઇવ ક્રિકેટ મેચ જોઇ શકશે. ટુર્નામેન્ટની દરેક મેચ સ્ટાર સ્પોર્ટસ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD અને હોટ સ્ટાર ડિજીટલ પર પ્રસારણ થશે

cheteshwar pujara