નવા ઉત્સાહ સાથે વર્લ્ડ કપની શરૂઆત કરશે ઇન્ડિયન ટીમ

21 February, 2020 04:02 PM IST  |  Mumbai Desk

નવા ઉત્સાહ સાથે વર્લ્ડ કપની શરૂઆત કરશે ઇન્ડિયન ટીમ

આજથી શરૂ થઈ રહેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ઇન્ડિયાની મહિલા ટીમ ભૂતકાળને ભૂલીને ઊતરશે. ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૮માં સેમી ફાઇનલની મૅચ ભૂલી નવી શરૂઆત કરવી ઇન્ડિયાની ટીમ માટે ખૂબ જ જરૂરી છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આઠ માર્ચે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની સામે ઇન્ડિયા હોય એવી ઝંખના સાથે આજે ટીમ પહેલી મૅચ રમશે. ચાર વખતના વર્લ્ડ કપ વિનર ઑસ્ટ્રેલિયા સામે આજે ઇન્ડિયાની પહેલી મૅચ છે.
૨૦૧૦ની સેમી ફાઇનલમાં ઇન્ડિયા ૧૧૯ રન અને ૨૦૧૮માં ૧૧૨ રન કરી શકી હતી. આજથી તેઓ ૧૨૦નો આંકડો ક્રૉસ કરવાની કટિબદ્ધતા સાથે ઊતરશે. નવા સ્ટ્રૉક અને મિડલ ઑર્ડરમાં અગ્રેસિવ બૉડી લેન્ગવેજને કારણે ઇન્ડિયાના ચાન્સ ખૂબ જ વધુ છે. ૨૦૦૯માં શૉર્ટ ફૉર્મેટમાં એન્ટ્રી કર્યા બાદ કૅપ્ટન હરમનપ્રીત કૌરનું આ સાતમો વર્લ્ડ કપ છે. હરમનપ્રીત અને દીપ્તિ શર્મા મિડલ ઑર્ડરમાં ખૂબ જ ધમાકેદાર બૅટિંગ દ્વારા કોઈ પણ ટીમને હલાવી નાખવા માટે સક્ષમ છે. છેલ્લા એક વર્ષથી તેઓ ૧૪૦.૮૬ના સ્ટ્રાઇક રેટથી રમી રહ્યાં છે. વિકેટકીપર તાનિયા ભાટિયા અને હરલીન દેઓલ પણ ખૂબ જ સારી બૅટિંગ કરે છે, પરંતુ તેમને સેટ થવા માટે સમય જોઈએ છે જે ઇન્ડિયા માટે ચૅલૅન્જ છે. ઇન્ડિયાના ટૉપ પાંચ બૅટ્સમેને ૧૨ ઓવર સુધી ગ્રાઉન્ડ પર ટકી રહેવું જરૂરી છે જેથી તેઓ સારો સ્કોર કરી શકે અને કોઈ પણ ટાર્ગેટને ચૅઝ કરી શકે. જુલન ગોસ્વામી અને પૂનમ યાદવની બોલિંગ પણ ખૂબ જ દમદાર છે. ઇન્ડિયન મેન્સની જેમ વિમેન્સ ટીમની ફીલ્ડિંગ પ‌ણ ખૂબ જ ચર્ચાનો વિષય છે. જોકે સ્મૃતિ મંધાના, વેદા, હરમનપ્રીત અને જેમિમાહ રોડરિગ્સની ફીલ્ડિંગ સારી હોવાથી બૅલૅન્સ જાળવી શકાય છે. ઇન્ડિયા આજની પહેલી મૅચ જ નંબર વન ટીમ સામે રમી રહી છે. આથી તેમના માટે આ મૅચ ખૂબ જ મહત્ત્વની છે.

sports news sports cricket news