સોશિયલ મીડિયા પર અફસોસ વ્યક્ત કરવો એ જ દેશભક્તિ?- સાનિયા મિર્ઝા

17 February, 2019 07:22 PM IST  | 

સોશિયલ મીડિયા પર અફસોસ વ્યક્ત કરવો એ જ દેશભક્તિ?- સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા (ફાઇલ)

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ અનેક સેલેબ્રિટીઝ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહી છે. આ લિસ્ટમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું પણ નામ જોડાયું છે. સાનિયાએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે આ પોસ્ટ એવા લોકો માટે છે કે જેઓ માને છે કે દેશ અને દુનિયાની પ્રખ્યાત હસ્તી તરીકે અમારે દેશમાં થયેલા હુમલાઓને લઇને નિંદા કરતી પોસ્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર કરવી જરૂરી છે.

 We stand united ? #PulwamaAttack pic.twitter.com/Cmeij5X1On

સાનિયાએ લખ્યું કે, 'તમારા માંથી કેટલાક એવા લોકો પણ છે કે જેમની પાસે ગુ્સ્સો કાઢવા માટે કોઇ ટાર્ગેટ નથી એટલે દેશમાં નફરત ફેલાવા માટેની કોઇ તક છોડતા નથી. હું મારા દેશ માટે રમું છું, દેશ માટે મારો પરસેવો પાડું છું અને આવી રીતે હું મારા દેશની સેવા કરું છું. આ સાથે જ હું મારા દેશ માટે શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારના લોકો સાથે ઉભી છું.'

આ પણ વાંચો: પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાનું કરો બંધ: મનસેની મ્યુઝિક કંપનીઓને ધમકી

સાનિયાએ લખ્યું, 14 ફેબ્રુઆરી ભારત માટે બ્લેક ડે છે અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં ક્યારેય પણ આવો દિવસ ફરી જોવા નહીં મળે. આ દિવસ ક્યારેય પણ ભૂલવામાં નહીં આવે. હું શાંતિ માટે પ્રાર્થના કરું છું. ગુસ્સો ત્યાં સુધી જ બરાબર છે કે તેનાથી કઇંક બહાર નીકળીને આવી શકતું હોય. કોઇ વ્યક્તિને ટ્રોલ કરવાથી કંઈ મળશે નહીં.

sania mirza tennis news