IND VS AUS: ભારતનો 8 રને રોમાંચક વિજય, વન-ડેમાં 500મી જીત

05 March, 2019 09:51 PM IST  | 

IND VS AUS: ભારતનો 8 રને રોમાંચક વિજય, વન-ડેમાં 500મી જીત

2-0થી સિરીઝમાં લીડ

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી  વન-ડેમાં ભારતનો વિજય થયો છે. છેલ્લા ઓવરના રોમાંચ બાદ ભારતીય ટીમે મેચમાં જીત મેળવી છે. 251 રનના સામાન્ય સ્કોરને ચેઝ કરવા મેદાન પર ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 242 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન સ્ટોઈનિસે બનાવ્યા હતા. એક સમયે હાથમાંથી ગયેલી મેચમાં ભારતે જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ટીમે છેલ્લી 2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હતી.

ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતુ. પહેલી ઓવરમાં વિકેટ ગુમાવતા ભારતની શરુઆત ધીરી રહી હતી. વિજય શંકર સિવાય ફરી એકવાર મિડલ ઓર્ડર ભારત માટે ચિંતાનો વિષય બન્યું છે. વિરાટ કોહલીની સેન્ચુરી અને વિજય શંકરના 46 રનના કારણે ભારતીય ટીમ 250ના કુલ સ્કોર સુધી પહોચી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ઝમ્પાના ખાતામાં પણ 2 વિકેટ ગઈ હતી. આ સિવાય કુલ્ટર નાયલ, મેક્સવેલ અને નાથન લાયને 1-1 વિકેટ ઝડપી હતી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરુઆત સારી રહી હતી.પહેલી પાર્ટનરશિપ માટે ફિન્ચ અને ખ્વાજાએ 83 રનની પાર્ટનરશિપ કરી હતી જો કે ત્યારબાદ  હેન્ડ્સકોમ્બ અને સ્ટોઈનિસ સિવાય કોઈ પણ પ્લેયર ક્રિઝ પર ટકી શક્યુ ન હતું. મેચની 19મી અને 20મી ઓવરમા ભારતીય ટીમને 2-2 વિકેટ ઝડપતા જીત મેળવી હતી. ભારત તરફથી કુલદિપ યાદવે 3 વિકેટ, બુમરાહ અને વિજય શંકરે 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે જાડેજા અને કેદાર જાદવને 1-1 સફળતા મળી હતી

ઉલ્લેખનીય છે કે, 5 મેચની સિરીઝમાં ભારતીય ટીમે 2-0થી લીડ મેળવી છે જો ભારત ત્રીજી વન-ડે જીતશે તો મેચ સાથે સિરીઝ પર પણ કબજો કરશે. આજે ભારતીય ટીમે તેની 500મી વન-ડેમાં જીત  મેળવી છે.

cricket news sports news