ભારતને ન્યુઝીલેન્ડ સામે પહેલવહેલી સુપર ઓવર ફળી

29 January, 2020 05:26 PM IST  |  Delhi | Mumbai Desk

ભારતને ન્યુઝીલેન્ડ સામે પહેલવહેલી સુપર ઓવર ફળી

સિક્સરો ફટકારતા રોહિત શર્માએ ભારતને મેચ જીતાડી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનનાં સેડન પાર્કમાં ખેલાઇ રહેલી મેચની T20 સિરીઝની મેચનો આજે ત્રીજો મુકાબલો રમાયો, જેમાં પરિણામ ટાઇ આવ્યું. આ મેચનનું પરિણામ સુપર ઓવરથી લેવાયું જેમાં ભારતીય ટીમે બાજી મારી.  ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે આજે હેમિલ્ટનમાં T20Iમાં ધુંઆધાર 15 રન ચાર જ બોલમાં ફટકાર્યા. રોહિત શર્મા પ્લેયર ઑફ ધી મેચ ડિક્લેર થયો.

આ મેચમાં ન્યુઝીલેન્ડનાં કેપ્ટન વિલિયમસને ટોસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી અને વિરાટની ટીમને ભઆગે બેટિંગ આવી હતી. ભારતીય ટીમે નિયત 20 ઓરમાં પાંચ વિકેટ ગુમાવી ન્યુઝીલેન્ડ સામે 179 રન કર્યા.  રોહિત શર્માએ ચાળીસ ડિલીવરીમાં 65 રન ફટકાર્યા જેમાં 6 બાઉન્ડ્રીઝ, 3 સિક્સર્સ ફટકાર્યા. તેણે 162.50ના રન રેટે બેટિંગ કરી. સ્કિપર વિરાટ કહોલી અને કેએલ રાહુલે 38 અને 27 એમ રન ફટકારી સારો દેખાવ કર્યો.  ન્યુઝીલેન્ડે બૉલર તરીકે એચ કે બેનેટની પસંદગી કરી અને તેણે 54 રન સામે 3 વિકેટ લીધી જ્યારે સેટનર અને ગ્રેન્ડ્હોમે એક એક વિકેટ લીધી હતી.

આ સામે ન્યુઝીલેન્ડે 20 ઓવરની બેટિંગમાં છ વિકેટ ગુમાવીને 179 રન જ ફટકાર્યા. આમ મેચ ટાઇ થતાં ગેઇમ સુપર ઓવરમાં ગઇ અને વિલિયમસન અને ગપ્ટીલને ભાગે બેટિંગ કરવાનું આવ્યું. વિલિયમસને એક સિક્સ અને એક ફોર ફટકાર્યા તો ગપ્ટીલે બુમરાહની ઓવર પર બાઉન્ડ્રી ફટકારી. બુમરાહે યોર્કર બોલિંગ કરી પણ તો ય છ બોલમાં 17 રન આપ્યા. આમ કિવિઝે ભારત માટે 17 રનથી વધુનું ટાર્ગેટ ખડું કર્યું. ઓપનર્સ રોહિત શર્મા અને કેએલ રાહુલે બેટિંગમાં એન્ટ્રી કરી અને 20 રન ફટકારીને કિવીઝના હાથમાંથી જીત ઝૂંટવી લઇને ભારતને સિરીઝ જીતવામાં મદદ કરી.  છેલ્લા બે બોલ્સમાં જ્યારે જીતવા માટે દસ રન જોઇતા હતા ત્યારે રોહિત શર્માના સિક્સરોએ ભારે રોમાંચ પેદા કર્યો હતો. ભારત માટે આ સુપર ઓવરનો પહેલો અનુભવ રહ્યો.

 

 

rohit sharma cricket news t20