IND VS NZ: પાંચમી વન ડે જીતવા ન્યૂઝીલેન્ડને 253 રનનો પડકાર

03 February, 2019 10:54 AM IST  | 

IND VS NZ: પાંચમી વન ડે જીતવા ન્યૂઝીલેન્ડને 253 રનનો પડકાર

વિજય શંકર અને અંબાતી રાયુડુ

ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને છેલ્લી વન ડેમાં પહેલી બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ રન બનાવ્યા છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. જાણે ચોથી વન ડેની હાઈલાઈટ ચાલતી હોય તેમ ટોપ ઓર્ડરે ઘૂંટણીયા ટેકવી દીધા. ભારતે પહેલી વિકેટ 8 રને, બીજી વિકેટ 12 રને, ત્રીજી વિકેટ 17 રને, ચોથી વિકેટ 18 રને ગુમાવી હતી.

આજની વન ડેમાં ટીમમાં ઈજા બાદ પાછા ફરેલા ધોની પાસેથી ઘણી આશાઓ હતી. જો કે ધોની માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા. જો કે અંબાતી રાયડુ અને વિજય શંકરે ભારતીય ઈનિંગને સંભાળી. જો કે રાયડુ સદી ચૂક્યો અને 90 રને આઉટ થઈ ગયો. તો વિજય શંકરે 45 રન બનાવીને રાયડુને સાથ આપ્યો હતો. છેલ્લે હાર્દિક પંડ્યાએ પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરતા ટીમના સ્કોરને 252 પહોંચાડ્યો. હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 45 રન બનાવ્યા. જેમાં 5 સિક્સર્સ અને 2 ફોર સામેલ હતી.

આ પણ વાંચોઃ Ind vs NZ: બોલ્ટે આપ્યો ભારતને ઝટકો, ધોની એક રન બનાવીને આઉટ

ન્યૂઝીલેન્ડ તરફ મેટ હેન્રીએ ચાર વિકેટ ઝડપી હતી. આજની મેચમાં ફરી સ્વિંગ સામે ભારતીય ટોપ ઓર્ડરની નબળાઈ ખુલ્લી પડી હતી. જો કે ટીમ સન્માનજક સ્કોર સુધી પહોંચી છે. ત્યારે હવે જીત માટે બોલર્સ પર મદાર રહેશે.

ambati rayudu sports news cricket news team india new zealand