ઇન્ડિયા સામેની હાર છતાં અમારા પ્લેયર્સે ખૂબ સારો દેખાવ કર્યો: ડી કૉક

20 September, 2019 11:40 AM IST  |  મોહાલી

ઇન્ડિયા સામેની હાર છતાં અમારા પ્લેયર્સે ખૂબ સારો દેખાવ કર્યો: ડી કૉક

ડી કૉક

સાઉથ આફ્રિકાના પ્લેયર ક્વિન્ટન ડી કૉકનું કહેવું છે કે ઇન્ડિયા સામેની હાર છતાં અમારા પ્લેયર્સે ખૂબ સારો દેખાવ કર્યો છે. સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચેની ત્રણ ટી૨૦ સિરીઝમાં પહેલી મૅચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. બીજી મૅચ જીતીને ઇન્ડિયા ૧-૦થી આગળ છે. વર્લ્ડ કપમાં બહાર થઈ ગયા બાદ સાઉથ આફ્રિકા પોતાની દમદાર ટીમ બનાવવા પર વધુ મહેનત કરી રહી છે અને એ માટે તેમણે ત્રણ નવા પ્લેયર્સને પસંદ કર્યા હતા.

આ પણ વાંચો : કોહલીની બેટિંગનાં વખાણ કર્યાં આફ્રિદીએ

આ વિશે પૂછતાં ડી કૉકે કહ્યું હતું કે ‘અમારી શરૂઆત સારી રહી હતી અને મૅચના અંત સુધીમાં અમે સારો દેખાવ કર્યો હતો. અમારા નવા પ્લેયર્સ પર ખૂબ પ્રેશર હતું, પરંતુ વર્લ્ડ-ક્લાસ પ્લેયર્સ સામે તેમણે ખૂબ સારો દેખાવ કર્યો છે. રબાડા પર સાઉથ આફ્રિકાએ ખૂબ આધાર રાખ્યો હતો. જોકે તેને એક પણ વિકેટ નહોતી મળી અને ત્રણ ઓવરમાં તેણે ૨૪ રન આપ્યા હતા.’

cricket news sports news south africa