પાકિસ્તાનને ધૂળ ચટાવવાના ઈરાદાથી ઉતરશે ભારતીય ટીમ, આજે દુબઈમાં છે મેચ

01 November, 2019 03:58 PM IST  |  દુબઈ

પાકિસ્તાનને ધૂળ ચટાવવાના ઈરાદાથી ઉતરશે ભારતીય ટીમ, આજે દુબઈમાં છે મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર

ભારતીય ટીમ અહીં રેડ બુલ કેમ્પસ ક્રિકેટ ટૂર્નામેન્ટના વર્લ્ડ ફાઈનલ્સના એલિમિનેટર મેચમાં પાકિસ્તાનને ધૂળ ચટાડવાના ઈરાદે ઉતરશે. આ ટૂર્નામેન્ટમાં સાત વાર બંને ટીમનોનો આમનો સામનો થયો છે જેમાં ભારતે તમામ મેચો જીતી છે.

ભારતીય ટીમનું ગ્રુપ મેચમાં સારું પ્રદર્શન રહ્યું છે અને પાકિસ્તાનની સામે પણ તેની પાસેથી સારા દેખાવની આશા છે. ભારતે ગ્રુપ-એમાં પોતાના પહેલા મેચમાં બાંગ્લાદેશને 103 રનોથી હરાવ્યો હતો. જે બાદ ઈંગલેન્ડને 33 રનથી હરાવ્યું હતું. જો કે ભારતની ટીમ દક્ષિણ આફ્રિકા સામે 62 રનથી હારી ગઈ હતી. ભારત પોતાના ગ્રુપમાં ચાર અંકસાથે બીજા સ્થાન પર છે.

ભારતીય ટીમના બેટિંગ ટ્રેયાશ બાલી અને કેપ્ટન મયંક ચૌધરી પર નિર્ભર છે. પહેલા મેચમાં મયંકે ફિફ્ટી મારી અને ટીમને જીત અપાવી હતી. ઈંગ્લેન્ડની સામે બાલીનું બેટ બોલ્યું હતું, પરંતુ તે શતક નહોતા મારી શક્યા. બંને બેટ્મમેન દક્ષિણ આફ્રિકા સામે નહોતા ચાલી શક્યા અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો ભારતીય ટીમને પાકિસ્તાન સામે મેચ જીતની છે કે આ બંનેએ સારું રમવું પડશે.

તો પાકિસ્તાને ગ્રુ-બીમાં બે મેચ રમ્યા છે. પહેલા મેચમાં તેણે યૂએઈને 104 રનથી હરાવ્યું હતું,પરંતુ બીજા મેચમાં તેને શ્રીલંકાએ સાત વિકેટથી હરાવ્યું છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન મોઝ્ઝમ મલિકને આશા છે કે તેમની ટીમ ભારતને હરાવવામાં સફળ થશે. પાકિસ્તાનના ગ્રુપમાં બે અંક સાથે બીજા સ્થાન પર રહ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં રમી રહેલી ભારતીટ ટીમના તમામ ખેલાડી ચંડીગઢ કૉલેજની ક્રિકેટ ટીમના છે.

આ પણ જુઓઃ 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી

ભારતીય કેપ્ટન મયંક ચૌધરીએ કહ્યું છે કે, અમે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. દક્ષિણ આફ્રિકાની સામે અમે સારું પ્રદર્શન નહોતા કરી શક્યા, પરંતુ અમને એ મેચથી ઘણું શીખવા મળ્યું. પાકિસ્તાનની સામે અમારી ટીમ દબાણીમાં નથી અને અમે તેને હરાવવાની કોશિશ કરશે.

pakistan cricket news