ICC World Cup 2019: ભારત-પાક મેચ પર કોહલીએ આપ્યું આ નિવેદન

23 February, 2019 02:10 PM IST  |  નવી દિલ્હી

ICC World Cup 2019: ભારત-પાક મેચ પર કોહલીએ આપ્યું આ નિવેદન

તસવીર સૌજન્યઃ ANI

ICC World Cup 2019માં ભારત પાકિસ્તાન મેચને લઈને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે. વિરાટે કહ્યું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલાની ઘટના દુઃખદ છે. આ સમયે અમે દેશના સાથે છે. હુમલામાં માર્યા ગયેલા શહીદોના પરિવાર પ્રત્યે મારી અને આખી ટીમની સંવેદનાઓ છે. પાકિસ્તાન સાથે રમવાને લઈને સરકાર અને બોર્ડનો કોઈપણ નિર્ણય અમને મંજૂર રહેશે.

16 જૂને થનારા આ મેચને લઈને ક્રિકેટ જગતમાંથી અલગ અલગ નિવેદન આવી રહ્યા છે. વિરાટ પહેલા સચિવે કહ્યું હતું કે ભારત જો પાકિસ્તાનની સામે વર્લ્ડ કપમાં નહીં રમે તો તેનાથી નુકસાન થશે અને તેમને બેઠા બેઠા બે અંક મળી જશે. આ પહેલા હરભજન સિંહ અને યુઝવેંદ્ર ચહલે કહ્યું કે આપણે પાકિસ્તાનનો પૂરી રીતે બહિષ્કાર કરવો જોઈએ.

આ પણ વાંચોઃ પાકિસ્તાન સાથે ક્રિકેટ પર શું બોલ્યા સચિન તેન્ડુલકર ?

ગાવસ્કરે પણ સચિનની જેમ કહ્યું હતું કે જો ભારત વિશ્વ કપમાં 16 જૂને પાકિસ્તાન સામે નહીં રમે તો તે લૂઝર કહેવાશે. જો ભારતે પાકિસ્તાનની સામે ન રમવાનો નિર્ણય કર્યો તો કોણ જીતશે? હું સેમીફાઈનલ કે ફાઈનલ વાત નથી કરતો. એવામાં કોણ જીતશે? જાહેર છે કે પાકિસ્તાન, કારણ કે તેને બે અંક મળી જશે.

pakistan virat kohli