વર્લ્ડ કપની તૈયારી માટે આઇપીએલ સૌથી બેસ્ટ ટુર્નામેન્ટ : રોહિત શર્મા

13 May, 2019 12:46 PM IST  |  હૈદરાબાદ

વર્લ્ડ કપની તૈયારી માટે આઇપીએલ સૌથી બેસ્ટ ટુર્નામેન્ટ : રોહિત શર્મા

રોહિત શર્મા

મુંબઈના કૅપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ પહેલાં વર્કલોડ મૅનેજમેન્ટ વિશે ચાલી રહેલી ચર્ચા બાબતે કહ્યું કે વર્લ્ડ કપ જેવી ગ્લોબલ ટુર્નામેન્ટ પહેલાં પોતાને ચકાસવા આઇપીએલ આદર્શ ટુર્નામેન્ટ છે. તેણે કહ્યું કે ‘બે મહિના ચાલેલી આ ટી૨૦ ટુર્નામેન્ટમાં મેં મારા ખેલાડીઓ ખાસ કરીને હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પર વર્કલોડ મૅનેજમેન્ટનો નિર્ણય છોડી દીધો હતો.’

ફાઇનલ પહેલાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં રોહિતે કહ્યું, ‘અમે ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં કહ્યું હતું કે ટુર્નામેન્ટ વખતે જોઈશું કે ખેલાડીઓ કેવું અનુભવી રહ્યા છે. વર્કલોડ મૅનેજમેન્ટ વ્યક્તિગત બાબત છે અને ખેલાડીઓ વધુ સારો નિર્ણય લઈ શકે છે. દાખલા તરીકે જસપ્રીતની વાત કરું તો તે મૅચ રમવા માગે છે જેથી તે તેની રિધમ જાણી શકે. અમે તેને કહી દીધું હતું કે તને જ્યારે આરામ લેવો હોય ત્યારે લઈ લેજે. અમારા ફિઝિયોથેરપિસ્ટ સતત તેની સંભાળ કરી રહ્યા છે.

આ પણ વાંચો : મારી દીકરીઓ બહાર જઈને ન રમી શકે : શાહિદ આફ્રિદી

જસપ્રીતે અમને સતત રિસ્પોન્સ આપ્યો છે. આમ, સમસ્યા હાર્દિક પંડ્યા અને જસપ્રીત કોઈની સાથે નથી રહી. દરેક લીગ મૅચ રમવાનો નિર્ણય તેમનો પોતાનો હતો. વર્લ્ડ કપ પહેલાં હાર્દિક ફૉર્મમાં રહે એ ખૂબ જરૂરી છે. આઇપીએલમાં સારું પર્ફોર્મ કરવાથી ખેલાડીઓના આત્મવિશ્વાસ પર સકારાત્મક અસર પડે છે.’

rohit sharma Ipl 2019 indian premier league cricket news sports news