IPL AUCTION 2019: યુવરાજને ન મળ્યો ખરીદદાર, આ ખેલાડીઓને મળી મોટી રકમ

27 February, 2019 03:20 PM IST  | 

IPL AUCTION 2019: યુવરાજને ન મળ્યો ખરીદદાર, આ ખેલાડીઓને મળી મોટી રકમ

આગામી વર્ષે રમાનારી આઇપીએલની 12મી સીઝન માટે ક્રિકેટના ખેલાડીઓની હરાજી શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે આ બીજી હરાજી છે. આ હરાજીમાં યુવરાજ સિંહ પર હજુ સુધી કોઈપણ ટીમે બોલી લગાવી નથી. 

અત્યાર સુધીની આ હરાજીમાં યુવરાજ સિંહ અનસોલ્ડ રહ્યો છે. યુવીના નામ પર કોઈપણ ટીમે પહેલીવારમાં કોઈ બોલી ન લગાવી. જ્યારે બીજી બાજુ કેટલાંક ખેલાડીઓ એવાં પણ રહ્યા, જેમના પર ટીમ માલિકોએ જોરદાર પૈસા ઉડાવ્યા. અત્યાર સુધીના સૌથા મોંઘો ખેલાડી ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ રહ્યો, જેને દિલ્હીએ પાંચ કરોડમાં ખરીદ્યો, જ્યારે કાર્લોસ બ્રેથવેટ સૌથી મોંઘો વિદેશી ક્રિકેટર રહ્યો જેને પણ પાંચ કરોડમાં કોલકાતાની ટીમે ખરીદ્યો છે. 


ઉનડકટ વેચાયો સૌથી મોંઘી કિંમતે

આઇપીએલની આ હરાજીમાં હજુ સુધી જયદેવ ઉનડકટ અને અનકેપ્ડ વરૂણ ચક્રવર્તી સૌથી મોંઘા ખેલાડીઓ રહ્યા. આ બંનેને અનુક્રમે 8 કરોડ ચાલીસ લાખમાં રાજસ્થાન અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ખરીદ્યા. ઉલ્લેખનીય છે કે ઉનડકટ ગયા વર્ષે પણ રાજસ્થાનની ટીમમાંથી જ રમ્યો હતો. તેને ગયા વર્ષે રાજસ્થાને 11.5 કરોડમાં ખરીદ્યો હતો. 

 

મોહિત, અક્ષર અને બ્રેથવેટને મળ્યા 5-5 કરોડ

મોહિત શર્મા, કાર્લોસ બ્રેથવેટ અને અક્ષર પટેલ પાંચ-પાંચ કરોડમાં વેચાયા. મોહિતને ચેન્નાઈ, બ્રેથવેટને કોલકાતા અને અક્ષર પટેલને દિલ્હીએ ખરીદ્યો.

yuvraj singh indian premier league cricket news Ipl 2019 sports news