IPL 2020:થઈ ગયો નિર્ણય, આ શહેરમાં રમાશે IPL ફાઇનલ, આ હશે સમય

27 January, 2020 09:05 PM IST  |  Mumbai Desk

IPL 2020:થઈ ગયો નિર્ણય, આ શહેરમાં રમાશે IPL ફાઇનલ, આ હશે સમય

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)ની ટી20 ઇન્ડિયન પ્રીમિયર લીગના ફાઇનલ મેચની જગ્યાનો નિર્ણય થઈ ગયો છે. સોમવારે થયેલી આઇપીએલની મીટિંગ બાદ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ વાતની માહિતી આપી. ગાંગુલીએ જણાવ્યું કે આ વખતની ફાઇનલ મુંબઇમાં રમવામાં આવશે અને રાતની તુલનામાં સમયમાં કોઇપણ ફેરફાર નહીં કરવામાં આવશે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મીટિંગ બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "આઇપીએલના રાતના સમયમાં રમાતી મેચના સમયમાં કોઈઇ જ ફેરફાર નહીં કરવામાં આવે. મેચ પહેલાની જેમ જ રાતના આઠ વાગ્યાથી શરૂ થશે. સાંજે 7.30 વાગ્યે મેચ થાય એવી ચર્ચા થઈ પણ એવું નથી થઈ રહ્યું."

ગાંગુલીએ જણાવ્યું કે આ વખતનું ફાઇનલ ક્યાં થશે અને એક દિવસમાં બે મેચ કેટલી થશે. તેણે કહ્યું, "આ વખતે એક દિવસમાં થનારી મેચ ફક્ત 5 દિવસ જ રમવામાં આવશે. આઇપીએલની ફાઇનલ મેચ મુંબઇમાં રમવામાં આવશે."

નોંધનીય છે કે એક દિવસમાં થનારા આઇપીએલની બે મેચ બપોરે અને સાંદે રમવામાં આવે છે. બપોરની મેચ સાંજે 4 વાગ્યે શરૂ થાય છે જ્યારે બીજી મેચ આના પછી બરાબર રાતે 8વાગ્યે રમવામાં આવે છે. આ વખતે ફક્ત 5 દિવસ એવા હશે જ્યારે એક દિવસમાં બે-બે મેચ જોવા મળશે. આની તુલનામાં સામાન્ય રીતે શનિવારે અને રવિવારે રમવમાં આવે છે. આવું વધારેમાં વધારે દર્શકોને મેદાન સુધી લાવવાના પ્રયત્નમાં કરવામાં આવે છે.

cricket news sports news sports