IPL 2019 માટે રાજસ્થાન રોયલ ટીમની તૈયારીઓ શરૂ

14 March, 2019 12:55 PM IST  | 

IPL 2019 માટે રાજસ્થાન રોયલ ટીમની તૈયારીઓ શરૂ

IPL 2019ની તૈયારીઓ શરુ

IPL ની 12મી સીઝનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે પહેલી સીઝનની ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલે આ સીઝન માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજસ્થાન રોયલ ટીમે મુંબઇના બ્રિબોન સ્ટેડિયમમાં પોતાની તૈયારીઓ કરી રહી છે. બ્રિબોન સ્ટેડિયમમાં 4 થી 6 માર્ચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમ દ્વારા ટ્રેનિંગ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે.

રાજસ્થાન રોયલ્સ ટીમના ભારતીય પ્લેયર્સને ટીમના હેડ કોચ પેડી ઉપ્ટોન દ્વારા 3 દિવસ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ દરમિયાન ક્રિકેટ હેડ ઝુબિન બારુચા પણ ટીમ સાથે રહેશે. ત્રણ દિવસના ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગ સાથે ફિટનેસ ડ્રિલ્સ પણ કરવામાં આવશે જેના કારણે પ્લેયર્સના પરફોર્મન્સને વધારી શકાય. પ્લેયર્સની બેટિંગ બોલિગ સાથે ફિલ્ડીંગ સ્કિલ્સ પર પણ ધ્યાન અપાશે.

 

આ પણ વાંચો: ટેસ્ટ પછી વન-ડે સિરીઝ પણ ન જીતવા દીધી વેસ્ટ ઇન્ડીઝે

 

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્યા રહાણે સાથે અનુભવી પ્લેયર્સ જયદેવ ઉનડકટ, સંજુ સેમસન, સ્ટુઅર્ટ બિન્ની જેવા વર્તમાન પ્લેયર્સ સઆથે રિયાન પરાગ, શુભમ રાંજણે, શશાંક સિંઘના જેવા નવા પ્લેયર્સ આ ટ્રેનિંગનો ભાગ રહેશે આ સાથે પ્રેક્ટિસ મેચ પણ રમાશે. આ ટ્રેનિંગ વિશે વાત કરતા રાજસ્થાન રોયલ્સના કોચ પેડી ઉપ્ટોને કહ્યું હતું કે, રોયલ્સ ટીમ સાથે પાછા જોડાઈને ખુશ છુ. આ ટીમમાં એનર્જી અને ટેલેન્ટથી ભરપૂર પ્લેયર્સ છે. ટીમનો દરેક પ્લેયર ટીમ માટે કઈ રીતે પોતાની ભૂમિકા નિભાવશે તે તેમને ખબર છે. આવનારી સીઝન રોમાંચક રહેશે'E

Ipl 2019 ajinkya rahane rajasthan royals