વિવાદાસ્પદ નિવેદનને પગલે BCCIએ આપી હાર્દિક પંડ્યાને નોટિસ

14 February, 2019 03:32 PM IST  | 

વિવાદાસ્પદ નિવેદનને પગલે BCCIએ આપી હાર્દિક પંડ્યાને નોટિસ

વિવાદ સર્જાતા હાર્દિક પટેલે માફી માગી

ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટ્વિટ કરીને માફી માગી છે. જો કે આ મામલે BBCIએ હાર્દિક પંડ્યાને નોટિસ આપી છે.  ચેટ શૉમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓને લઈ ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ સર્જાતા હાર્દિક પટેલે માફી માગી છે.

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક ચૅટ શોમાં મહિલાઓને ઘૃણાકરવા વાળી, રંગભેદી કહેવા અને અશ્લીલ કમેન્ટ કરવા પર માફી માગી છે. હાર્દિક પંડ્યાની આ કમેન્ટ બદલ BCCI તેની સામે પગલાં લીધા છે અને નોટિસ આપવામાં આવી છે. BCCIના અધિકારીએ કહ્યું છે કે, 'ચેટ શૉમાં હાર્દિક પંડ્યાએ જે વાત કરી તેના કારણે BCCI અને ભારતીય ક્રિકેટની છાપ ખરડાઈ થઈ છે. માત્ર માફી માગવી યોગ્ય નથી આ બાબતે તેમની પર કાર્યવાહી થવી જોઈએ જેથી યુવા પેઢી માટે યોગ્ય ઉદાહરણ સ્થાપિત કરી શકાય.

 

હાર્દિકે ટ્વિટ કરીને માફી માગતા કહ્યું હતું કે, 'શૉમાં હું ભાવનાઓમાં તણાઈ ગયો હતો, કોઈનું અપમાન કરવાનો મારો ઈરાદો હતો નહી. ચેટ શૉમાં મારી કમેન્ટ માટે હું બધાની માફી માગુ છું. મારું કોઈનું અપમાન કરવાનું કે ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો.'

એક શૉ દરમિયાન કરણ જોહરે હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલને તેમની પર્સનલ લાઈફ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબમાં તેમની પર્સનલ લાઈફ અંગેના કિસ્સા શૅર કર્યા હતા. આ દરમિયાન રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા જવાબે ફેન્સને પરેશાન કર્યા હતા. પંડ્યાએ કહ્યું હતું કે તેમના પરિવારની વિચારસરણી મોડર્ન છે અને જ્યારે પહેલી વાર છોકરી સાથે શારિરીક સંબંધ બનાવ્યા તો ઘરે આવીને કહ્યું હતું.' આ ઉપરાંત તેમની પાર્ટીઓના કિસ્સાઓ પણ શેર કર્યા હતા જેના પર વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચો: રૅન્કિંગમાં પુજારા ત્રીજા સ્થાન પર, રિષભે માર્યો ૨૧ ક્રમાંકનો જમ્પ

આ સિવાય પણ શૉમાં છોકરીઓને લઈને વિવાદાસ્પદ, મહિલા વિરોધીઓ અને રંગભેદી કમેન્ટ્સ પણ કરી હતી. જેના કારણે સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યા સામે રંગભેદી હોવાના આક્ષેપો થયા હતાં. એટલુ જ નહી અમુક યુઝર્સે હાર્દિક પંડ્યા મહિલાઓની ઈજ્જત ન કરનાર વ્યક્તિ પણ ગણાવ્યો છે.

hardik pandya kl rahul board of control for cricket in india koffee with karan cricket news sports news