IND VS NZ: 8 વિકેટે ભારતનો શાનદાર વિજય

23 January, 2019 02:53 PM IST  | 

IND VS NZ: 8 વિકેટે ભારતનો શાનદાર વિજય

ભારતની જીત

ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતની શરૂઆત ધમાકેદાર રહી છે. ભારતીય બોલરોના તરખાટ અને બેટ્સમેનોની મક્કમ બોટિંગના કારણે ભારતનો 8 વિકેટે વિજય થયો છે. મેચની શરૂઆતથી જ વિપક્ષી ટીમ પર ભારતીય ટીમે દબાણ બનાવતા માત્ર 157 રનમાં ઓલઆઉટ કરી હતી. જેના જવાબમાં માત્ર 2 વિકેટના નુકશાને ભારતે આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું હતું. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 75 રન અને વિરાટ કોહલીએ 41 રનની મહત્વની ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી અને બ્રેકવેલને 1-1 વિકેટ મળી હતી.

ન્યુઝીલેન્ડની ઈનિંગને 157 રનમાં ઓલઆઉટ કર્યા પછી રોહિત શર્મા અને શિખર ધવને મક્કમ શરૂઆત કરી હતી. જો કે ભારતે રોહિત શર્માના રૂપમાં પહેલી વિકેટ વહેલા ગુમાવી હતી. રોહિત શર્મા માત્ર 11 રનમાં આઉટ થયો હતો, ત્યાર બાદ શિખર અને વિરાટે ભારતને જીત અપાવી. જો કે 156 રને ભારતીય ટીમની ઈનિંગ અટકાવી હતી ત્યારબાદ ડક વર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતની જીત થઈ હતી.


ભારતીય ટીમના જબરજસ્ત બોલિંગ પરફોર્મન્સ સામે ન્યુઝીલેન્ડની ટીમ લાચાર સાબિત થઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર વિલિમ્સને હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. વિલિયમ્સન સિવાય કોઈ પણ પ્લેયર ભારતીય બોલિંગનો સામનો કરી શક્યો ન હતો. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ શામીએ 3 વિકેટ , ચહલે 2 વિકેટ , અને કેદાર જાદવે 1 વિકેટ ઝડપી હતી. 75રનની ઈનિંગ સાથે જ શિખર ધવન સૌરવ ગાંગુલીને પાછળ મુકતા બીજો ફાસ્ટેસ્ટ 5,000 રન બનાવનાર ખેલાડી બન્યો છે. શિખર ધવને 118 મેચમાં 5,000 રન પૂરા કર્યા હતાં.