IND VS AUS ત્રીજી વન-ડેમાં ભારતની જીત, 2-1 થી જીતી સિરીઝ

14 February, 2019 07:05 PM IST  | 

IND VS AUS ત્રીજી વન-ડેમાં ભારતની જીત, 2-1 થી જીતી સિરીઝ

ભારતની ધમાકેદાર જીત

મેલબોર્નમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ભારતની ધમાકેદાર જીત થઈ છે. મેચની સાથે ભારતે સિરીઝ પણ જીતી લીધી છે. 231 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી થઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા તુરંત જ આઉટ થતા વિરાટ કોહલી અને ધોનીએ ઈનિંગને મક્કમતાથી આગળ વધારી હતી. જો કે વિરાટ કોહલી 46 રને આઉટ થતા કેદાર જાદવ અને ધોની ભારતને જીત તરફ લઈ ગયા હતા. ટિકાકારોને જવાબ આપતા સતત ત્રીજી વન-ડેમાં ધોનીએ હાફ સેન્ચુરી ફટકારી હતી અને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ધોનીએ 87 રનની અને કેદારનાથે 61 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ત્રીજી અને આખરી વન ડેમાં ચહલના ચમત્કાર સામે ઓસ્ટ્રેલિયન ટીમ ચિત થઈ છે. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી ચહલે છ, ભુવનેશ્વર અને શમીએ 2-2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પિટર હેન્ડ્સકોમ્બે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા જ્યારે શૉન માર્શે 39 અને ઉસ્માન ખ્વાજાએ 34 રનની મહત્વની ઈનિંગ રમી હતી.

ત્રીજી વન ડે માટે ટીમ ઈન્ડિયામાં ત્રણ પરિવર્તન કરાયા હતા. સિરાજના બદલે વિજય શંકર, કુલદીપના બદલે ચહલ, સાયદુની જગ્યાએ કેદાર જાધવને ટીમમાં સામેલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે વન ડે સિરીઝની આ છેલ્લી મેચ રમાઈ. મેલબોર્નમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચ પહેસા બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી હતી અને સિરીઝ જીતવા આ મેચ બન્ને ટીમ માટે ફરજિયાત હતી . ભારતે મેચમાં જીત મેળવીને સિરીઝ પર પણ કબજો કર્યો છે.

team india australia cricket news sports news