બોક્સિંગ ડે ટેસ્ટઃ નથી રિંગ, નથી બોક્સર્સ તો કેવી રીતે પડ્યું નામ ?

14 February, 2019 02:13 PM IST  | 

બોક્સિંગ ડે ટેસ્ટઃ નથી રિંગ, નથી બોક્સર્સ તો કેવી રીતે પડ્યું નામ ?

ભારત અને ઓસ્ટ્રે્લિયા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ બોક્સિંગ ડે ટેસ્ટ તરીકે ઓળકાય છે. પરંતુ શું તમે જાણો છો બોક્સિંગ ડે ટેસ્ટ શું છે? ક્રિકેટ અને બોક્સિંગ સાથે શું ક્નેક્શન છે? જાણીને આશ્ચર્ય થશે કે આ બોક્સિંગ ડેનો સંબંધ બોક્સિંગ સાથે નથી પરંતુ ક્રિસમસ સાથે છે.

દુનિયામાં ઘણા દેશો છે જેમા ક્રિસમસ પછીનો દિવસ એટલે 26 ડિસેમ્બરને બોક્સિંગ ડે તરીકે ઉજવે છે. ક્રિસમસ પછીના દિવસે જ્યારે લોકો તેમના મિત્રો અને પરિવારજનો મળે છે ત્યારે તેમને બોક્સમાં ગિફ્ટ આપે છે. આ પરંપરા વર્ષો જૂની છે અને એક માન્યતા પ્રમાણે આ દિવસનું નામ ક્રિસમસ બોક્સ પડ્યુ. આ સાથે જ આ દિવસ જે કર્મચારીઓ ક્રિસમસના દિવસે પણ કામ કરે છે. તેમને તેમના માલિકો 26 ડિસેમ્બરે ગિફ્ટ આપે છે.

બોક્સિંગ ડે અંગે જોડાયેલી એક અન્ય થિયરી છે. જે મુજબ ચર્ચમાં તહેવારો વખતે એક બોક્સ મૂકવામાં આવે છે. જેમા જરૂરિયાતવાળા લોકોને દાન કરવામાં આવે છે. ચર્ચ સાથે જોડાયેલા લોકો આ બોક્સને 26 ડિસેમ્બરે ખોલતા હતા અને જે વસ્તુઓ નીકળે તે જરૂરિયાતમંદ લોકોને ગિફ્ટના રૂપે આપવામાં આવતી. 1892માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શેફિલ્ડ શિલ્ડની એક મેચ રમાઈ હતી. વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે રમાયેલી મેચ 26 ડિસેમ્બરે શરૂ થઈ. ત્યારથી આ દિવસથી શરૂ થતી ટેસ્ટ મેચનું નામ બોક્સિંગ ડે ટેસ્ટ પડી ગયું

મેલબોર્નમાં 1950માં પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ મેચ 22 ડિસેમ્બરે શરૂ થઈ હતી જો કે ધીરે ધીરે બોક્સિંગ ડેનો ભાગ બની ગઈ હતી. 1980 પહેલા મેલબોર્નમાં માત્ર 4 ટેસ્ટ મેચ બોક્સિંગ ડેના દિવસથી શરૂ થઈ હતી. 1952, 1968, 1974. 1975માં આ મેચો રમાઈ હતી. આ સિવાય 1967, 1972 અને 1976માં એડિલેડમાં પણ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ હતી. 

1975માં રમાયેલી મેચ બાદ ખ્યાલ આવ્યો કે બોક્સિંગ ડે ટેસ્ટ મોટી બની શકે છે. રજાનો માહોલ હોવાને કારણે આ મેચમાં 85,596 લોકો હાજર રહ્યાં હતાં. જો કે આ મેચ પછી પણ આ પરંપરા શરૂ થઈ ન હતી. આ મેચના 5 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચો શરૂ કરાવી. માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં પણ આ મેચો રમાય છે. ન્યૂઝીલેન્ડ આ સમયે શ્રીલંકા સામે ટેસ્ટ રમી રહી છે. જ્યારે સાઉથ આફ્રિકા ડરબનમાં પાકિસ્તાન સામે ટેસ્ટ રમી રહી છે.

cricket news test cricket virat kohli melbourne border-gavaskar trophy